Junagadh Crime Branch: કરોડોની મિલકત પચાવી પાડવાના આક્ષેપો, વ્યાજખોર બબ્બન ઉર્ફે લખનની ધરપકડ

Junagadh Crime Branch: શહેરમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીના ગંભીર આક્ષેપો વચ્ચે પોલીસે નામચીન આરોપી લખમણ ઉર્ફે લખન ઉર્ફે બબ્બન નાથાભાઈ કોડીયાતરની ધરપકડ કરી છે. આરોપી સામે અગાઉથી 30થી વધુ ગુના નોંધાયેલા હોવાની માહિતી સામે આવી છે. જૂનાગઢના બિલ્ડર અને તેમના પુત્ર પાસેથી ઊંચા વ્યાજની વસૂલાત, ધમકી અને મિલકતના દસ્તાવેજો પડાવી લેવાના આક્ષેપો મામલે પોલીસે કાર્યવાહી કરી છે.
Rahul Desai
Rahul Desai
Junagadh Crime Branch: કરોડોની મિલકત પચાવી પાડવાના આક્ષેપો, વ્યાજખોર બબ્બન ઉર્ફે લખનની ધરપકડJunagadh Crime Branch: કરોડોની મિલકત પચાવી પાડવાના આક્ષેપો, વ્યાજખોર બબ્બન ઉર્ફે લખનની ધરપકડ

Junagadh Crime Branch: શહેરમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીના ગંભીર આક્ષેપો વચ્ચે પોલીસે નામચીન આરોપી લખમણ ઉર્ફે લખન ઉર્ફે બબ્બન નાથાભાઈ કોડીયાતરની ધરપકડ કરી છે. આરોપી સામે અગાઉથી 30થી વધુ ગુના નોંધાયેલા હોવાની માહિતી સામે આવી છે. જૂનાગઢના બિલ્ડર અને તેમના પુત્ર પાસેથી ઊંચા વ્યાજની વસૂલાત, ધમકી અને મિલકતના દસ્તાવેજો પડાવી લેવાના આક્ષેપો મામલે પોલીસે કાર્યવાહી કરી છે.

બિલ્ડર પાસેથી 2થી 5 ટકા સુધી વ્યાજ વસૂલ્યાનો આક્ષેપ: 

ફરિયાદ મુજબ જૂનાગઢના બિલ્ડર અશ્વિન માળી અને તેમના પુત્ર યશ માળી પાસેથી વર્ષ 2012થી અલગ-અલગ સમયે રૂપિયા લેવામાં આવ્યા હતા. આરોપી દ્વારા 2 ટકાથી 5 ટકા સુધીનું ઊંચું વ્યાજ વસૂલવામાં આવતું હોવાનો આક્ષેપ છે.

આ ઉપરાંત વ્યાજની રકમ પર પણ વ્યાજ વસૂલવા માટે દબાણ કરવામાં આવતું હતું. ફરિયાદી અને તેમના પિતાને ફોન તથા મેસેજ મારફતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

દુકાનો, પ્લોટ અને જમીનના દસ્તાવેજો પડાવી લીધાનો આરોપ: 

ફરિયાદમાં વધુ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે વ્યાજની પઠાણી ઉઘરાણી દરમિયાન બળજબરીપૂર્વક દુકાનો, પ્લોટ અને જમીનોના દસ્તાવેજો કરાવી લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કોરા ચેક, પ્રોમિસરી નોટ તેમજ ડાયરીમાં પણ બળજબરીથી લખાણ કરાવી લેવામાં આવતું હતું. ત્યારબાદ સતત વ્યાજની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

ધમકીઓ બાદ પોલીસ ફરિયાદ: 

ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ અશ્વિન માળીને અવારનવાર ફોન અને મેસેજ દ્વારા ધમકી આપવામાં આવતી હતી. અંતે જાનથી મારી નાખવાની ધમકી મળતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ મામલે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

ટેક્નિકલ સોર્સથી આરોપી ઝડપાયો: 

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના PI કુણાલ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ગાંધીગ્રામ વિસ્તારમાં આરોપી હોવાનું સામે આવતા પોલીસે તેના રહેણાંક મકાન નજીકથી લખમણ ઉર્ફે લખન ઉર્ફે બબ્બન નાથાભાઈ કોડીયાતરની અટકાયત કરી હતી. પોલીસે આરોપીની ધોરણસર ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વ્યાજખોરીના નેટવર્ક અંગે પણ તપાસ: 

પોલીસ તપાસમાં આ ટોળકી દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લામાં લાંબા સમયથી વ્યાજ વટાવની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે. આરોપી સામે અગાઉ પણ 30થી વધુ ગુના નોંધાયેલા હોવાની માહિતી છે.

હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની પૂછપરછ કરી સમગ્ર મામલે અન્ય લોકોની સંડોવણી, મિલકતોના દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારો સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મુખ્ય મુદ્દા: 

જૂનાગઢમાં વ્યાજખોર બબ્બન ઉર્ફે લખનની ધરપકડ
આરોપી સામે 30થી વધુ ગુના નોંધાયેલા હોવાની માહિતી
બિલ્ડર અશ્વિન માળી અને પુત્ર યશ માળીની ફરિયાદ
2012થી 2થી 5 ટકા સુધી ઊંચું વ્યાજ વસૂલ્યાનો આક્ષેપ
વ્યાજ પર પણ વ્યાજ વસૂલવા દબાણ કર્યાનો આરોપ
જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ
દુકાનો, પ્લોટ અને જમીનના દસ્તાવેજો પડાવી લીધાનો આરોપ
કોરા ચેક અને પ્રોમિસરી નોટો કરાવી લીધાના આક્ષેપ
બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સોર્સથી આરોપીને ઝડપી પાડ્યો