જૂનાગઢમાં હાઈવે પર કાળમુખો અકસ્માત! ટ્રક-કારની ટક્કરમાં 4નાં ઘટનાસ્થળે મોત

જૂનાગઢના મજેવડી ગામ નજીક હાઈવે પર મોતનું તાંડવ સર્જાયું છે. ટ્રક અને કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગમખ્વાર અકસ્માતને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Rahul Desai
Rahul Desai
જૂનાગઢમાં હાઈવે પર કાળમુખો અકસ્માત! ટ્રક-કારની ટક્કરમાં 4નાં ઘટનાસ્થળે મોતજૂનાગઢમાં હાઈવે પર કાળમુખો અકસ્માત! ટ્રક-કારની ટક્કરમાં 4નાં ઘટનાસ્થળે મોત

જૂનાગઢ: જૂનાગઢના મજેવડી ગામ નજીક હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, મજેવડી ગામ તરફ જતા માર્ગ નજીક ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ચાર લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પાંચથી વધુ લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ગમખ્વાર અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી અકસ્માતના કારણો જાણવા વધુ કાર્યવાહી શરૂ કરી છે.