Get News Alerts

Never miss breaking news updates.

જૂનાગઢમાં સોપારી ખાવાની બાબતમાં પતિ દ્વારા પત્નીની હત્યા, સારવાર દરમિયાન મોત

જૂનાગઢમાં સોપારી ખાવાની સામાન્ય બાબતને લઈને પતિ-પત્ની વચ્ચે થયેલો ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે તેમાં પત્નીની જીવલેણ મારપીટ બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને હવે મામલો હત્યામાં પરિવર્તિત થયો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 12 Jun 2026 10:44 AM IST
જૂનાગઢમાં સોપારી ખાવાની બાબતમાં પતિ દ્વારા પત્નીની હત્યા, સારવાર દરમિયાન મોતજૂનાગઢમાં સોપારી ખાવાની બાબતમાં પતિ દ્વારા પત્નીની હત્યા, સારવાર દરમિયાન મોત

જૂનાગઢ જૂનાગઢમાં સોપારી ખાવાની સામાન્ય બાબતને લઈ પતિએ પત્નીની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

મૃતક જ્યોતિબેન સોલંકી (પરમાર) પર તેમના પતિ ભોળાભાઈ દ્વારા માથાના ભાગે માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, જેના કારણે તેમનું મોત નિપજ્યું છે.

માહિતી મુજબ, જ્યોતિબેન પોતાના પતિ ભોળાભાઈ સાથે જુનાગઢ ખાતે રહેતા હતા. સોપારી કેમ ખાધી તે મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ પતિએ ઉશ્કેરાઈને પત્ની પર બેફામ મારપીટ કરી હતી.

ગંભીર રીતે ઘાયલ થયેલી જ્યોતિબેનને પરિવારજનો દ્વારા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

આ ઘટના બાદ સમગ્ર કેસ હત્યામાં ફેરવાયો છે.

બનાવ બાદ જુનાગઢ પોલીસ દ્વારા આરોપી પતિ ભોળાભાઈને ઝડપી પાડવામાં આવ્યો છે.

મૃતકના પરિવારજનોએ રાજકોટમાં મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી ન્યાયની માંગ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.