Get News Alerts

Never miss breaking news updates.

સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન પર ફોન ચાર્જ કરતા પહેલા ચેતી જજો!

મુસાફરી દરમિયાન એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અથવા અન્ય જાહેર સ્થળોએ ફોન ચાર્જ કરવા માટે ઉપલબ્ધ ફ્રી USB ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરતા હો તો સાવધાન થઈ જાઓ. સાયબર ઠગો 'જ્યુસ જેકિંગ' નામના કૌભાંડ દ્વારા મિનિટોમાં તમારા સ્માર્ટફોનમાંથી બેંકિંગ માહિતી, પાસવર્ડ અને અન્ય સંવેદનશીલ ડેટા ચોરી શકે છે, જેના કારણે આર્થિક નુકસાન ઉપરાંત ખાનગી માહિતી પણ જોખમમાં મુકાઈ શકે છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 Jun 2026 04:55 PM IST
સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન પર ફોન ચાર્જ કરતા પહેલા ચેતી જજો!સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન પર ફોન ચાર્જ કરતા પહેલા ચેતી જજો!

ફાઈલ ફોટો

ગાંધીનગર મુસાફરી દરમિયાન એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ કે અન્ય જાહેર સ્થળોએ ઉપલબ્ધ ફ્રી USB ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરવો ભારે પડી શકે છે. સાયબર ઠગો 'જ્યુસ જેકિંગ' નામના કૌભાંડ દ્વારા ફોનમાં રહેલી બેંકિંગ વિગતો, પાસવર્ડ અને અન્ય સંવેદનશીલ માહિતી ચોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડી શકે છે. તેથી જાહેર ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.

કેવી રીતે થાય છે 'જ્યુસ જેકિંગ' કૌભાંડ?

સાયબર ગુનેગારો જાહેર USB ચાર્જિંગ પોર્ટમાં માલવેર અથવા હેકિંગ ડિવાઇસ ઇન્સ્ટોલ કરી દે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ફોન ચાર્જ કરવા માટે આ પોર્ટમાં કેબલ જોડે છે, ત્યારે ચાર્જિંગની સાથે ફોનનો ડેટા પણ ટ્રાન્સફર થઈ શકે છે. આ દરમિયાન હેકર્સ બેંકિંગ માહિતી, પાસવર્ડ, ફોટા અને અન્ય ખાનગી ડેટા ચોરી શકે છે અથવા ફોનમાં માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે.

માત્ર પૈસા જ નહીં, અંગત માહિતી પણ થઈ શકે છે લીક

આ પ્રકારના કૌભાંડમાં હેકર્સ ફોનમાં રહેલા ફોટા, વીડિયો, સંપર્ક નંબર અને ખાનગી ચેટ્સ સુધી પહોંચ મેળવી શકે છે. આ માહિતીનો ઉપયોગ પછી બ્લેકમેલિંગ અથવા અન્ય સાયબર ગુનાઓ માટે થઈ શકે છે. જો ફોન ચાર્જ કરતી વખતે "Trust This Device" અથવા ડેટા એક્સેસ માટે કોઈ પરવાનગી માંગતો પોપ-અપ દેખાય તો તરત જ કેબલ કાઢી લેવી જોઈએ.

આ રીતે રાખો પોતાનો ફોન અને ડેટા સુરક્ષિત

સાયબર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મુસાફરી દરમિયાન હંમેશા પોતાનો ઓરિજિનલ ચાર્જર અને કેબલ સાથે રાખવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી USB પોર્ટને બદલે સીધા ઇલેક્ટ્રિક સોકેટમાંથી ચાર્જિંગ કરવું વધુ સુરક્ષિત છે. ઉપરાંત, સંપૂર્ણ ચાર્જ કરેલી પાવર બેંક સાથે રાખવી અને જરૂર પડે તો ડેટા બ્લોકર અથવા પ્રાઇવસી કેબલનો ઉપયોગ કરવો પણ સુરક્ષા માટે અસરકારક ઉપાય માનવામાં આવે છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.