રાજકોટમાં ખેતરમાંથી ગાંજાના 37 છોડ ઝડપાયા, ત્રંબા ગામમાં ગેરકાયદેસર વાવેતરનો ભાંડો ફૂટ્યો।
રાજકોટ જિલ્લાના ત્રંબા ગામમાંથી ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આજીડેમ પોલીસ મથક દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ખેતરમાંથી 37 ગાંજાના છોડ કબજે કરવામાં આવ્યા છે, જ્યારે મામલાની વધુ તપાસ ચાલુ છે.

Rahul DesaiUpdated on: 12 Jun 2026 10:27 AM IST

રાજકોટમાં ખેતરમાંથી ગાંજાના 37 છોડ ઝડપાયા, ત્રંબા ગામમાં ગેરકાયદેસર વાવેતરનો ભાંડો ફૂટ્યો।
રાજકોટ જિલ્લાના ત્રંબા ગામમાંથી ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આજીડેમ પોલીસ મથક દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ખેતરમાંથી 37 ગાંજાના છોડ કબજે કરવામાં આવ્યા છે, જ્યારે મામલાની વધુ તપાસ ચાલુ છે.

Rahul Desai
Updated on: 12 Jun 2026 10:27 AM IST

રાજકોટ રાજકોટમાં ગાંજાના વાવેતરનો ખુલાસો થયો છે. આજીડેમ પોલીસ મથક હેઠળ આવતા ત્રંબા ગામમાં પિયુષ રૈયાણી નામના શખ્સે પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, આંબા અને ચીકુના ઝાડ વચ્ચે આ ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસને આ અંગે બાતમી મળતા જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બાતમીના આધારે પોલીસે ખેતરમાંથી કુલ 37 ગાંજાના છોડ કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાવેતર છેલ્લા ત્રણ મહિનાથી કરવામાં આવી રહ્યું હતું.
આ મામલે ACP ભાવેશ જાધવે નિવેદન આપ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં આવા ગેરકાયદેસર વાવેતર પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
AUTHOR