જામનગરમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો



જામનગરમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો



જામનગર : શહેરના શરૂસેક્શન રોડ વિસ્તારમાં 80 વર્ષીય વૃદ્ધની થયેલી હત્યાના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં બંને પરિવારો વચ્ચેના જૂના મનદુઃખને કારણે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
જામનગર શહેરના શરૂસેક્શન રોડ વિસ્તારમાં 80 વર્ષીય દેવશીભાઈ વારોતરીયાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સિટી સી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, સ્થાનિક પૂછપરછ અને વિવિધ પુરાવાઓના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સાગર મેરખી વશરાને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અને મૃતકના પરિવાર વચ્ચે લાંબા સમયથી ચાલતા મનદુઃખ અને અદાવતના કારણે આ હત્યા કરવામાં આવી હતી.
હાલ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ડાભીના માર્ગદર્શન હેઠળ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે. તેમજ હત્યામાં વપરાયેલા હથિયાર અંગે પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




