જામનગરમાં હિટ એન્ડ રનની આશંકા: સ્કૂલે જઈ રહેલા વિદ્યાર્થીને અજાણ્યા વાહનની ટક્કર, ઘટનાસ્થળે જ મોત



જામનગરમાં હિટ એન્ડ રનની આશંકા: સ્કૂલે જઈ રહેલા વિદ્યાર્થીને અજાણ્યા વાહનની ટક્કર, ઘટનાસ્થળે જ મોત



જામનગર જામનગર શહેરમાં સ્કૂલે જઈ રહેલા એક વિદ્યાર્થીને જીવલેણ માર્ગ અકસ્માત નડ્યો છે. વિદ્યાર્થી પોતાની બાઇક પર સ્કૂલ જતો હતો ત્યારે અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થયા હતા. સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાથમિક તપાસમાં આ ઘટના હિટ એન્ડ રનની હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. અકસ્માત સર્જનાર વાહનચાલક ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.
વિદ્યાર્થીના અકાળે અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તેમજ ફરાર વાહનચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
બાઈટ: નઈમ પીઠડીયા (મૃતકનો પિતરાઈ ભાઈ, જામનગર)




