પ્રાકૃતિક ખેતીથી સુરક્ષિત ભવિષ્યનો સંકલ્પ સાકાર થશે: રિવાબા જાડેજા



પ્રાકૃતિક ખેતીથી સુરક્ષિત ભવિષ્યનો સંકલ્પ સાકાર થશે: રિવાબા જાડેજા



જામનગર જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો, પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય મંત્રી Rivaba Jadejaની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પ્રાકૃતિક ખેતી સમયની જરૂરિયાત: રિવાબા જાડેજા
જામનગરના લેઉઆ પટેલ સમાજ હોલ ખાતે યોજાયેલા પરિસંવાદમાં રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માત્ર એક ખેતી પદ્ધતિ નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે સ્વસ્થ જમીન, શુદ્ધ પર્યાવરણ અને સુરક્ષિત ભવિષ્યનો સંકલ્પ છે. તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અપીલ કરી હતી.
પ્રદર્શન અને સ્ટોલનું નિરીક્ષણ
કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતી આધારિત વિવિધ પ્રદર્શન અને સ્ટોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખેતીમાં નવીન પદ્ધતિઓ, જૈવિક ઉત્પાદનો અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.
પ્રગતિશીલ ખેડૂતોનું કરાયું સન્માન
આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સાથે જ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના લાભો અને તેના વ્યાપક અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ
વક્તાઓએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે, જમીનની ફળદ્રુપતા જળવાય છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ શકે છે. સરકાર દ્વારા ખેડૂતોને આ દિશામાં પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.




