Get News Alerts

Never miss breaking news updates.

જામનગર મનપા એલર્ટ મોડમાં, ભારે વરસાદ સામે ફાયર વિભાગ સજ્જ

જામનગરમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. શહેરમાં કોઈપણ વરસાદી પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે મેયર મોનિકા વ્યાસે ફાયર શાખાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન બચાવ કામગીરી માટે ઉપલબ્ધ સાધનો, ઇમરજન્સી રિસ્પોન્સ અને રેસ્ક્યૂ ટીમની કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 01 Aug 2026 04:36 PM IST
જામનગર મનપા એલર્ટ મોડમાં, ભારે વરસાદ સામે ફાયર વિભાગ સજ્જજામનગર મનપા એલર્ટ મોડમાં, ભારે વરસાદ સામે ફાયર વિભાગ સજ્જ

જામનગરમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. શહેરમાં કોઈપણ વરસાદી પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે મેયર મોનિકા વ્યાસે ફાયર શાખાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન બચાવ કામગીરી માટે ઉપલબ્ધ સાધનો, ઇમરજન્સી રિસ્પોન્સ અને રેસ્ક્યૂ ટીમની કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે જામનગર મહાનગરપાલિકા દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મેયર મોનિકા વ્યાસે ફાયર શાખાની મુલાકાત લઈને રેસ્ક્યૂ માટે ઉપલબ્ધ બોટ, હાઈ-કેપેસિટી પમ્પ, કટિંગ સાધનો તેમજ અન્ય ઇમરજન્સી સાધન-સામગ્રીની સમીક્ષા કરી હતી.

મેયરે ફાયર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વરસાદી પરિસ્થિતિ દરમિયાન ઝડપી તથા અસરકારક કામગીરી માટેના આયોજનની સમીક્ષા કરી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારો, પાણી ભરાવાની સંભાવના ધરાવતા સ્થળો અને આપત્તિના સમયે તાત્કાલિક પ્રતિસાદ માટે ફાયર વિભાગને સંપૂર્ણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પણ ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય તો ફાયર કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.