જામનગર પંથકમાં દીપડો દેખાયો હોવાનો દાવો, ગ્રામજનોમાં ભયનો માહોલ
મોખાણા ગામના વાડી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો દાવો સામે આવતા સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે વાડી વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હોવાની ચર્ચા છે.

Rahul DesaiUpdated on: 23 Jun 2026 12:37 PM IST

જામનગર પંથકમાં દીપડો દેખાયો હોવાનો દાવો, ગ્રામજનોમાં ભયનો માહોલ
મોખાણા ગામના વાડી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો દાવો સામે આવતા સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે વાડી વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હોવાની ચર્ચા છે.

Rahul Desai
Updated on: 23 Jun 2026 12:37 PM IST

જામનગર: જામનગર જિલ્લાના નવા મોખાણા ગામના વાડી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો દાવો સામે આવતા સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે વાડી વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હોવાની ચર્ચા છે.
દીપડો દેખાયો હોવાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. ઘટનાની માહિતી તાલુકા પંચાયત સદસ્ય કિશોર આહિરે વન વિભાગને આપી હતી.
જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સંભવિત દીપડાની શોધખોળ શરૂ કરી હતી. વન વિભાગ દ્વારા વિસ્તારમાં સતર્કતા વધારવામાં આવી છે તેમજ ગ્રામજનોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
વન વિભાગની ટીમ દ્વારા દીપડાના પગલાં અથવા અન્ય પુરાવા શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
Jamnagar LeopardLeopard Sighting GujaratJamnagar NewsNew Mokhana VillageForest Department GujaratLeopard AlertGujarat Wildlife NewsJamnagar Latest News
AUTHOR