જામનગર-ખંભાળિયા હાઇવે પર જોખમ! ડિવાઇડરનો વીજપોલ રસ્તા પર ઢળી પડતાં અકસ્માતની ભીતિ
જામનગરના લાલપુર ચોકડીથી ખંભાળિયા બાયપાસ તરફ જતા હાઇવે પર અકસ્માતનો ભય સર્જાયો છે. હાઇવેના ડિવાઇડર પર આવેલો વીજપોલ રસ્તા તરફ ઢળી પડતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ ઉભી થઈ છે.

Rahul DesaiUpdated on: 21 Jun 2026 11:21 AM IST

જામનગર-ખંભાળિયા હાઇવે પર જોખમ! ડિવાઇડરનો વીજપોલ રસ્તા પર ઢળી પડતાં અકસ્માતની ભીતિ
જામનગરના લાલપુર ચોકડીથી ખંભાળિયા બાયપાસ તરફ જતા હાઇવે પર અકસ્માતનો ભય સર્જાયો છે. હાઇવેના ડિવાઇડર પર આવેલો વીજપોલ રસ્તા તરફ ઢળી પડતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ ઉભી થઈ છે.

Rahul Desai
Updated on: 21 Jun 2026 11:21 AM IST

જામનગર જામનગરના લાલપુર ચોકડીથી ખંભાળિયા બાયપાસ તરફ જતા હાઇવે પર ડિવાઇડર પરનો એક વીજપોલ રસ્તા પર ઢળી પડ્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વીજપોલ રસ્તા તરફ નમી જતાં કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ સ્થાનિકો અને વાહનચાલકોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે આ જોખમ વધુ વધી શકે છે.
સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી રસ્તા પર ઢળી પડેલા વીજપોલને હટાવવા અને સંભવિત અકસ્માતને અટકાવવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે વહેલી તકે કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
AUTHOR