જામનગરમાં મકાનમાં અચાનક આગ, ₹5 લાખનું નુકસાન
જામનગર શહેરના સોનાપુરી પાછળ આવેલા 80 ફૂટ રિંગ મેઇન રોડ પર આવેલા એક મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, જોકે ઘટનામાં અંદાજે ₹5 લાખનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
Rahul Desai

જામનગર: શહેરના સોનાપુરી પાછળ આવેલા 80 ફૂટ રિંગ મેઇન રોડ પર આવેલા એક મકાનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાથમિક માહિતી મુજબ, આગ મહેશભાઈ પરમારના મકાનમાં લાગી હતી. આગની ઘટનામાં અંદાજે ₹1.50 લાખ રોકડા, ₹1.50 લાખનું ફર્નિચર તેમજ આશરે ₹2 લાખની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. કુલ મળીને આશરે ₹5 લાખ જેટલું નુકસાન થયાનું સામે આવ્યું છે.
ફાયર વિભાગની ઝડપી અને સતર્ક કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.