જામનગર એરપોર્ટ બનશે ઉત્સવધામ: 15 જૂને ‘યાત્રી સુવિધા દિવસ’ની ભવ્ય ઉજવણી, મુસાફરોને મળશે અનોખો અનુભવ



જામનગર એરપોર્ટ બનશે ઉત્સવધામ: 15 જૂને ‘યાત્રી સુવિધા દિવસ’ની ભવ્ય ઉજવણી, મુસાફરોને મળશે અનોખો અનુભવ



જામનગર: જામનગર એરપોર્ટ પર 15મી જૂનનો દિવસ મુસાફરો માટે યાદગાર બની રહેશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ‘યાત્રી સુવિધા દિવસ’ની વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુસાફરોને સેવા સાથે સંસ્કૃતિ અને સન્માનનો અનોખો સંગમ અનુભવવા મળશે.
એરપોર્ટ પર આવનારા યાત્રીઓને પરંપરાગત રીતે તિલક લગાવી સ્વાગત કરવામાં આવશે, જેથી સમગ્ર એરપોર્ટ પર ઉત્સવ જેવો માહોલ સર્જાશે. મુસાફરો અને એરપોર્ટ સ્ટાફ દ્વારા સામૂહિક રીતે ‘વંદે માતરમ’નું ગાન કરીને દેશભક્તિની ભાવના વધુ ઉજાગર કરવામાં આવશે.
આ ઉપરાંત મુસાફરોના આરોગ્યને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યાત્રીઓ પોતાની પ્રાથમિક આરોગ્ય તપાસ કરાવી શકશે.
કાર્યક્રમ અંતર્ગત એવિએશન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનારી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. સાથે જ એરપોર્ટના અરાઈવલ હોલમાં ગુજરાતી લોકસંસ્કૃતિને જીવંત કરતી રંગારંગ લોકનૃત્યની પ્રસ્તુતિ પણ યોજાશે, જે મુસાફરોના મનને મોહી લેશે.
આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ મુસાફરોને માત્ર મુસાફરી નહીં પરંતુ એક યાદગાર અને આનંદદાયક અનુભવ આપવાનો છે.




