Get News Alerts

Never miss breaking news updates.

ચૈતર વસાવા મુદ્દે હેમંત ખવા મેદાને, ભાજપ સરકાર પર કર્યા આક્ષેપ

Hemant Khava on Chaitar Vasava: આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજાના મુદ્દે હવે પાર્ટીના નેતાઓ ખુલ્લેઆમ સરકાર સામે મોરચો ખોલી રહ્યા છે. જામજોધપુરના AAP ધારાસભ્ય હેમંત ખવાએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, ચૈતર વસાવાની વધતી લોકપ્રિયતાથી સરકાર ગભરાઈ ગઈ છે.
Admin
AdminUpdated on: 23 Jun 2026 10:58 PM IST
ચૈતર વસાવા મુદ્દે હેમંત ખવા મેદાને, ભાજપ સરકાર પર કર્યા આક્ષેપચૈતર વસાવા મુદ્દે હેમંત ખવા મેદાને, ભાજપ સરકાર પર કર્યા આક્ષેપ

Hemant Khava on Chaitar Vasava: આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજાના મુદ્દે હવે પાર્ટીના નેતાઓ ખુલ્લેઆમ સરકાર સામે મોરચો ખોલી રહ્યા છે. જામજોધપુરના AAP ધારાસભ્ય હેમંત ખવાએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, ચૈતર વસાવાની વધતી લોકપ્રિયતાથી સરકાર ગભરાઈ ગઈ છે.

હેમંત ખવાએ દાવો કર્યો છે કે, ભાજપ સરકાર આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવાનો સતત પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, બે વર્ષ અગાઉ પણ ચૈતર વસાવા સામે કેસ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તેમને રાજકીય રીતે હેરાન કરવાની કોશિશો થઈ રહી છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, જેલમાં પણ ચૈતર વસાવા પર દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે, ચૈતર વસાવા આવા દબાણ સામે ઝુકવાના નથી.

હેમંત ખવાએ કહ્યું કે, ‘ચૈતરભાઈ વસાવા ટાઈગર છે, તેઓ કોઈપણ દબાણમાં આવવાના નથી.’ તેમણે આરોપ લગાવ્યો કે, AAPના નેતાઓને રાજકીય રીતે નબળા પાડવા અને પક્ષને નુકસાન પહોંચાડવા માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે.

ચૈતર વસાવા મામલે રાજકીય નિવેદનબાજી વધુ તેજ બનતી જઈ રહી છે. એક તરફ AAP નેતાઓ સરકાર પર નિશાન સાધી રહ્યા છે, તો બીજી તરફ સમગ્ર મામલો હવે રાજકીય ચર્ચાનો કેન્દ્રબિંદુ બન્યો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.