Get News Alerts

Never miss breaking news updates.

લાખોટા તળાવ-2ના બ્યુટિફિકેશન માટે મોટી કાર્યવાહી, અવરોધરૂપ બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું

Jamnagar News: જામનગરમાં લાખોટા તળાવ-2 વિસ્તારમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) દ્વારા બ્યુટિફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના હેરિટેજ ઝોનના વિકાસ અને સૌંદર્યવર્ધનને ધ્યાનમાં રાખીને તળાવની પાળ પર આવેલા અવરોધરૂપ બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે.
Admin
AdminUpdated on: 01 Jun 2026 06:40 PM IST
લાખોટા તળાવ-2ના બ્યુટિફિકેશન માટે મોટી કાર્યવાહી, અવરોધરૂપ બાંધકામ પર બુલડોઝર ફેરવ્યુંલાખોટા તળાવ-2ના બ્યુટિફિકેશન માટે મોટી કાર્યવાહી, અવરોધરૂપ બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું

Jamnagar News: જામનગરમાં લાખોટા તળાવ-2 વિસ્તારમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) દ્વારા બ્યુટિફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના હેરિટેજ ઝોનના વિકાસ અને સૌંદર્યવર્ધનને ધ્યાનમાં રાખીને તળાવની પાળ પર આવેલા અવરોધરૂપ બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે.

કાર્યવાહી દરમિયાન તળાવની પાળ પર આવેલા જૂના બાલમંદિરનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. તેમજ આધાર સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાતું મકાન પણ તોડી પાડવામાં આવ્યું છે. આ બાંધકામો બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં અવરોધરૂપ બનતા હોવાથી તંત્ર દ્વારા તેને હટાવવામાં આવ્યા છે.

JMCના આ પગલાંથી લાખોટા વિસ્તારના સુન્દરીકરણના કામોને વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ હેરિટેજ ઝોનને વધુ આધુનિક, આકર્ષક અને પ્રવાસન માટે અનુકૂળ બનાવવા સતત પ્રયાસો ચાલી રહ્યા છે.

તળાવની પાળ પરથી અવરોધો દૂર થતા હવે વિકાસ કાર્યો ઝડપથી આગળ વધશે. JMCના બ્યુટિફિકેશન અભિયાનમાં આ કાર્યવાહી એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે. શહેરના સૌંદર્યવર્ધન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે આવા અવરોધોને દૂર કરવાનું કામ આગળ પણ ચાલુ રહેશે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.