વૈભવ સૂર્યવંશીએ તોડ્યો ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો આ રેકોર્ડ!



વૈભવ સૂર્યવંશીએ તોડ્યો ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો આ રેકોર્ડ!



Vaibhav Suryavanshi: IPL 2026ના એલિમિનેટર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વૈભવ સૂર્યવંશીએ ઐતિહાસિક ઇનિંગ્સ રમીને ક્રિસ ગેલનો એક સિઝનમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. વૈભવ સૂર્યવંશીએ 60 છગ્ગા ફટકારી ગેલને પાછળ છોડ્યા છે અને હવે IPLની એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી બન્યો છે. ગેલે વર્ષ 2012માં બનાવેલો આ રેકોર્ડ 14 વર્ષ બાદ તૂટ્યો છે.
સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 97 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 12 છગ્ગાનો સમાવેશ થાય છે. ગેલે 2012માં IPL દરમિયાન કુલ 59 છગ્ગા ફટકાર્યા હતા.
આ યાદીમાં આંદ્રે રસેલનું નામ પણ સામેલ છે, જેમણે 2019માં 52 છગ્ગા ફટકાર્યા હતા. ચોથા સ્થાને ફરી એકવાર ક્રિસ ગેલ છે, જેમણે 2013માં IPLની એક સિઝનમાં 51 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પાંચમા સ્થાને જોસ બટલર છે, જેમણે 2022માં 45 છગ્ગા માર્યા હતા.
IPLની એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા
60* – વૈભવ સૂર્યવંશી (2026)
59 – ક્રિસ ગેલ (2012)
52 – આન્દ્રે રસેલ (2019)
51 – ક્રિસ ગેલ (2013)
45 – જોસ બટલર (2022)
IPL 2026માં વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં 16 મેચની 16 ઇનિંગ્સમાં કુલ 704 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમનો સર્વોચ્ચ સ્કોર 103 રહ્યો છે. તેમણે 45.33ની સરેરાશ અને 242.85ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 5 અડધી સદીનો સમાવેશ થાય છે.




