Get News Alerts

Never miss breaking news updates.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે યોગ શિબિર યોજાઈ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણી અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે "Yoga for Healthy Ageing" થીમ આધારિત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક અને પોલીસ કમિશ્નરની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ યોગાભ્યાસ કરીને તંદુરસ્તી, માનસિક શાંતિ અને સુખાકારીનો સંદેશ આપ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 21 Jun 2026 03:01 PM IST
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે યોગ શિબિર યોજાઈઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે યોગ શિબિર યોજાઈ

અમદાવાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે "Yoga for Healthy Ageing" થીમ હેઠળ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગના મહત્ત્વને આત્મસાત કર્યું હતું.

યોગ શિબિરમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર તેમજ ગુજરાત રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે ઉપસ્થિત રહી શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન નિયમિત યોગ દ્વારા શારીરિક તંદુરસ્તી જાળવવા, માનસિક શાંતિ પ્રાપ્ત કરવા અને કાર્યક્ષમતામાં વધારો લાવવાના સંદેશનો વ્યાપક પ્રસાર કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પોલીસ દળમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે અને કર્મચારીઓ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે તે હેતુસર યોગના વિવિધ આસનો અને પ્રાણાયામની તાલીમ પણ આપવામાં આવી હતી.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત આ યોગ શિબિર "સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ"ના સંકલ્પને વધુ મજબૂત બનાવતી સાબિત થઈ હતી. યોગના માધ્યમથી તંદુરસ્ત અને સશક્ત પોલીસ દળના નિર્માણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.