
લખનૌથી દિલ્હી જતી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં શુક્રવારે તે સમયે હડકંપ મચી ગયો જ્યારે વિમાનના શૌચાલયમાં ટિશ્યુ પેપર પર “બોમ્બ” લખેલી શંકાસ્પદ ધમકી મળી. ઘટના સામે આવતા જ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક વિમાનને રોકીને વિસ્તૃત તપાસ શરૂ કરી હતી.

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ ખાતે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, સાંસદ દિનેશ મકવાણા, અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિત અનેક અધિકારીઓ અને તબીબી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.