ભારતની બહેરિન સામે 3-1થી જીત, બ્રોન્ઝ મેડલ જીત્યો



ભારતની બહેરિન સામે 3-1થી જીત, બ્રોન્ઝ મેડલ જીત્યો



Ahmedabad Volleyball Tournament:AVC મેન્સ વોલીબોલ કપ 2026માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં ભારતે યજમાન બહેરિનને 3-1થી હરાવી મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી.
સેમિફાઇનલમાં પરાજય બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરી હતી. દબાણભરી મેચમાં ખેલાડીઓએ આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન કરીને બહેરિન સામે મેચ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.
હોમ ગ્રાઉન્ડ પર રમતી ભારતીય ટીમે બહેરિનની ટીમને ચાર સેટની ટક્કરમાં 3-1થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં ત્રીજું સ્થાન મેળવતાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ભારતીય ખેલાડીઓના આ પ્રદર્શનને કારણે દેશભરના રમતપ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સેમિફાઇનલની નિરાશા ભૂલાવી ટીમે મેડલ સાથે ટુર્નામેન્ટનો અંત યાદગાર બનાવ્યો છે.




