ભારતીય મહિલા ટીમની પાકિસ્તાન સામે 64 રને જીત, દિપ્તી શર્માએ 5 વિકેટ લીધી



ભારતીય મહિલા ટીમની પાકિસ્તાન સામે 64 રને જીત, દિપ્તી શર્માએ 5 વિકેટ લીધી



IND vs PAK: ભારત મહિલા અને પાકિસ્તાન મહિલા ટીમ વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2026ની મેચ થોડાં જ સમય પહેલાં બર્મિંઘમના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. જેમાં ભારતીય મહિલા ટીમનો 64 રને વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતે પાકિસ્તાનને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
સ્મૃતિ મંધાનાની તોફાની બેટિંગ પછી દીપ્તિ શર્મા અને શ્રી ચારણીની ઘાતક બોલિંગને કારણે ભારતીય મહિલા ટીમે મહિલા T20 વર્લ્ડ કપ 2026ના પોતાના પહેલા મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. રવિવારે બર્મિંગહામમાં રમાયેલી ગ્રુપ-1 મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા પછી ભારતીય ટીમે 20 ઓવરમાં છ વિકેટે 170 રન બનાવ્યા હતા. તેની સામે પાકિસ્તાની ટીમ 17 ઓવરમાં માત્ર 106 રન જ બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ભારત તરફથી દીપ્તિ શર્માએ પાંચ વિકેટ લીધી જ્યારે શ્રી ચારણીએ ત્રણ વિકેટ લીધી હતી. ત્યારે એક વિકેટ શેફાલી વર્માના ખાતામાં ગઈ હતી.
ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને સ્મૃતિ મંધાના (68)ની અડધી સદીની મદદથી 6 વિકેટના નુકસાન પર પાકિસ્તાનને 171 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતની શરૂઆત ખરાબ રહી અને ટીમે માત્ર 18 રન પર જ શેફાલી વર્મા (6) અને જમિમા રોડ્રિગ્ઝ (1)ના મહત્વના વિકેટ ગુમાવી હતી. પરંતુ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત વચ્ચે 91 રનની ભાગીદારી થઈ હતી, જે મંધાનાના આઉટ થવાથી તૂટી ગઈ હતી. મંધાનાએ 44 બોલમાં 68 રન બનાવ્યા હતા, જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા.
ભારતી ફુલમાલી 1 રન બનાવી પેવેલિયન પરત ફરી હતી. પાંચમી વિકેટ ભારતીય કેપ્ટન હરમનપ્રીતનો પડ્યો હતો, જેમણે 35 બોલમાં 36 રન બનાવ્યા હતા. જેમાં 4 ચોગ્ગા સામેલ હતા. ત્યારબાદ રિચા ઘોષ અને દીપ્તિ શર્મા વચ્ચે ભાગીદારી થઈ હતી, જેના કારણે ભારત 160 રન પાર કરી શક્યું. ઘોષ અંતિમ ઓવરમાં આઉટ થઈ હતી, પરંતુ ત્યારે સુધી તે 17 બોલમાં 34 રન બનાવી ચૂકી હતી. જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો હતો. દીપ્તિ (12) અને શ્રેયંકા પાટીલ (1) નોટઆઉટ રહી હતી.
પાકિસ્તાન તરફથી સાદિયા ઇકબાલ અને કેપ્ટન ફાતિમા સના એ 2-2 વિકેટ લીધી હતી, જ્યારે તસ્મિયા રુબાબ અને રમીન શમીમને 1-1 વિકેટ મળી હતી.
પ્લેઇંગ ઈલેવન
- ભારતીય મહિલા ટીમ: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જમિમા રોડ્રિગ્ઝ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાલી, ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, શ્રેયંકા પાટીલ.
- પાકિસ્તાની મહિલા ટીમ: ગુલ ફિરોઝા, મુનીબા અલી (વિકેટકીપર), આયશા ઝફર, સાયરા જબીન, આલિયા રિયાઝ, નતાલિયા પરવેઝ, ફાતિમા સના (કેપ્ટન), રમીન શમીમ, નશરા સંધુ, તસ્મિયા રુબાબ, સાદિયા ઇકબાલ.




