મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી જ દેશનું ભવિષ્ય મજબૂત બનશે: રાજનાથ સિંહનું BRO કાર્યક્રમમાં નિવેદન

નવી દિલ્હી: દેશના સર્વાંગી વિકાસ માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત જરૂરી હોવાનું જણાવતાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, જે દેશનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હશે, તેનું ભવિષ્ય પણ એટલું જ મજબૂત બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારનો હેતુ માત્ર રસ્તાઓનું નિર્માણ કરવાનો નથી, પરંતુ દેશના દરેક નાગરિકના મનમાં વિશ્વાસ ઉભો કરવાનો છે કે હવે દેશનો કોઈ પણ ખૂણો દૂર નથી. નવી દિલ્હીમાં...
Rupin Bakraniya
Rupin Bakraniya
મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી જ દેશનું ભવિષ્ય મજબૂત બનશે: રાજનાથ સિંહનું BRO કાર્યક્રમમાં નિવેદનમજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી જ દેશનું ભવિષ્ય મજબૂત બનશે: રાજનાથ સિંહનું BRO કાર્યક્રમમાં નિવેદન

નવી દિલ્હી: દેશના સર્વાંગી વિકાસ માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત જરૂરી હોવાનું જણાવતાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, જે દેશનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હશે, તેનું ભવિષ્ય પણ એટલું જ મજબૂત બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારનો હેતુ માત્ર રસ્તાઓનું નિર્માણ કરવાનો નથી, પરંતુ દેશના દરેક નાગરિકના મનમાં વિશ્વાસ ઉભો કરવાનો છે કે હવે દેશનો કોઈ પણ ખૂણો દૂર નથી.

નવી દિલ્હીમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા આયોજિત ટેક્નિકલ સિમ્પોઝિયમને સંબોધતા રાજનાથ સિંહે જણાવ્યું કે સરકાર માર્ગ, રેલવે, હવાઈ માર્ગ અને ડિજિટલ કનેક્ટિવિટી સાથે સરહદી વિસ્તારોના વિકાસ પર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. તેમણે જણાવ્યું કે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત સરહદી ગામોને દેશના "છેલ્લા ગામ" તરીકે નહીં પરંતુ "પ્રથમ ગામ" તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. સરકારનો પ્રયાસ છે કે કોઈપણ નાગરિક પોતાને મુખ્ય પ્રવાહથી અલગ ન અનુભવે. આ દિશામાં BRO મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

રક્ષામંત્રીએ કહ્યું કે દેશની સરહદો માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ આધુનિક સુવિધાઓથી પણ સજ્જ હોવી જોઈએ. વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા બંને એકસાથે આગળ વધે તે જરૂરી છે. તેમણે ઈજનેરોને અગાઉના અનુભવોમાંથી શીખીને નવી ટેક્નોલોજી અપનાવવાની સલાહ આપી હતી. તેમણે સૂચન કર્યું કે BROના અનુભવ અને ટેક્નિકલ જ્ઞાનને તાલીમ સંસ્થાઓ સુધી પહોંચાડવું જોઈએ જેથી નવી પેઢીના ઈજનેરો અને સંશોધકો તેનો લાભ લઈ શકે.

રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માત્ર સરકારની જવાબદારી નથી. તેમાં ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધકો, ઈજનેરો અને વહીવટી તંત્ર સહિત તમામ હિતધારકોનો સહયોગ જરૂરી છે. સૌ સાથે મળીને શ્રેષ્ઠતા આધારિત વિકાસનું મજબૂત માળખું ઉભું કરી શકે છે. તેમણે BROના યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું કે સંસ્થા સરહદી વિસ્તારોમાં રસ્તાઓ ઉપરાંત એરફિલ્ડ, ટનલ અને અન્ય મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ પણ વિકસાવી રહી છે. આધુનિક યુદ્ધમાં ટેક્નોલોજી બદલાતી રહે, છતાં રસ્તા, ટનલ, એરફિલ્ડ અને બંદરો જેવા મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ ક્યારેય ઘટતું નથી.