Get News Alerts

Never miss breaking news updates.

ભારત મંડપમમાં NDA બેઠક, PM મોદીએ સાથી નેતાઓને પોતાના હાથે પીરસી ઝાલમુરી

દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલી NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં હાજર NDAના સાથી નેતાઓને પોતાના હાથે ઝાલમુરી પીરસી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બેઠક દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ PM મોદીને ઝાલમુરી પીરસી હતી.
R Gajjar
R GajjarUpdated on: 10 Jun 2026 05:51 PM IST
ભારત મંડપમમાં NDA બેઠક, PM મોદીએ સાથી નેતાઓને પોતાના હાથે પીરસી ઝાલમુરીભારત મંડપમમાં NDA બેઠક, PM મોદીએ સાથી નેતાઓને પોતાના હાથે પીરસી ઝાલમુરી

PM Modi Jhalmuri NDA Meeting: દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલી NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં હાજર NDAના સાથી નેતાઓને પોતાના હાથે ઝાલમુરી પીરસી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બેઠક દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ PM મોદીને ઝાલમુરી પીરસી હતી. ત્યારબાદ મોદીએ અન્ય નેતાઓ સાથે પણ આ બંગાળી વાનગીનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.

PM મોદીએ તોડ્યો નહેરુનો રેકોર્ડ
NDA બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીના વધુ એક ઐતિહાસિક રેકોર્ડની પણ ઉજવણી કરવામાં આવી. PM મોદી સતત 4,399 દિવસ સુધી ભારતના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સેવા આપીને પંડિત જવાહરલાલ નહેરુનો રેકોર્ડ પાછળ છોડી ચૂક્યા છે. આ અવસર પર NDAના અનેક નેતાઓએ મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને વિશેષ સન્માન તથા ભેટો અર્પણ કરી હતી.

ઝાલમુરી કેમ બની ચર્ચાનો વિષય?
ઝાલમુરી પશ્ચિમ બંગાળની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ વાનગી છે. PM મોદી અગાઉ પણ બંગાળ પ્રવાસ દરમિયાન ઝાલમુરીનો સ્વાદ માણતા જોવા મળ્યા હતા. હવે NDA બેઠકમાં ફરી એકવાર ઝાલમુરીને સ્થાન મળતા તેની રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com