હરિયાણાને વિકાસની મોટી ભેટ: પીએમ મોદીએ ₹14,700 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું

જીંદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદ ખાતે અંદાજે ₹14,700 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને રાજ્યને મોટી વિકાસ ભેટ આપી છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં હરિયાણા વિકાસના નવા માર્ગ પર આગળ વધી રહ્યું છે અને ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી રાજ્યમાં વિકાસને નવી ગતિ મળી છે. જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જીંદ સાથેની પોતાની જૂની યાદોને તાજી કરતાં...
Rupin Bakraniya
Rupin Bakraniya
હરિયાણાને વિકાસની મોટી ભેટ: પીએમ મોદીએ ₹14,700 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યુંહરિયાણાને વિકાસની મોટી ભેટ: પીએમ મોદીએ ₹14,700 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું

જીંદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદ ખાતે અંદાજે ₹14,700 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને રાજ્યને મોટી વિકાસ ભેટ આપી છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં હરિયાણા વિકાસના નવા માર્ગ પર આગળ વધી રહ્યું છે અને ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી રાજ્યમાં વિકાસને નવી ગતિ મળી છે. જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જીંદ સાથેની પોતાની જૂની યાદોને તાજી કરતાં જણાવ્યું કે વર્ષો પહેલાં તેઓ સંગઠનના કાર્ય માટે અહીં આવ્યા હતા અને અહીંના લોકોનો પ્રેમ આજે પણ યાદ છે. તેમણે હળવા અંદાજમાં કહ્યું કે "જીંદનું ઘી અને ઘેવર તો બદલાયું નથી, પરંતુ જીંદના તેવર જરૂર બદલાઈ ગયા છે."

પીએમ મોદીએ જણાવ્યું કે આજે જીંદ દેશના ઇતિહાસમાં નોંધાયો છે કારણ કે અહીંથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે જેમ ભારતની પ્રથમ ટ્રેન મુંબઈથી ઠાણે વચ્ચે દોડી હતી, તેમ ભવિષ્યમાં હાઇડ્રોજન ટ્રેનની વાત થશે ત્યારે જીંદ અને હરિયાણાનું નામ ગૌરવ સાથે લેવામાં આવશે. તેમણે સ્વચ્છતા અભિયાનની પણ પ્રશંસા કરતાં કહ્યું કે જીંદના લોકોએ સ્વચ્છતાને જે રીતે જનઆંદોલન બનાવ્યું છે તે પ્રશંસનીય છે. તેમણે લોકોને અપીલ કરી કે સ્વચ્છતાને માત્ર અભિયાન નહીં પરંતુ જીવનશૈલી બનાવવી જોઈએ.

આ પ્રસંગે પીએમ મોદીએ કુરુક્ષેત્રમાં સીખ મ્યુઝિયમ, હાંસી-બરવાલા હાઇવે પ્રોજેક્ટ, કુરુક્ષેત્ર એલિવેટેડ રેલવે ટ્રેક, દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે, જીંદ-ગોહાના હાઇવે સહિત અનેક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા. તે ઉપરાંત ભિવાનીમાં પંડિત નેકીરામ શર્મા સરકારી મેડિકલ કોલેજ, નારનૌલમાં મહર્ષિ ચ્યવન મેડિકલ કોલેજ અને રાવ તુલારામ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના લાભાર્થીઓને પ્રતીકાત્મક રીતે ઘરની ચાવીઓ પણ અર્પણ કરવામાં આવી.