ખેડૂતો માટે મોટા સમાચાર! પીએમ કિસાનનો 24મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં આવશે

PM Kisan 24th Installment: નવી દિલ્હી: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan) યોજનાના લાભાર્થી ખેડૂતો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં યોજનાનો 24મો હપ્તો જાહેર કરવાની તૈયારીમાં છે. અહેવાલો મુજબ, ઓક્ટોબર 2026 દરમિયાન ખેડૂતોના બેંક ખાતામાં ₹2,000ની આગામી હપ્તાની રકમ જમા થઈ શકે છે. જોકે, સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી. દર વર્ષે મળે છે ₹6,000ની...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

PM Kisan 24th Installment: નવી દિલ્હી: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan) યોજનાના લાભાર્થી ખેડૂતો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં યોજનાનો 24મો હપ્તો જાહેર કરવાની તૈયારીમાં છે. અહેવાલો મુજબ, ઓક્ટોબર 2026 દરમિયાન ખેડૂતોના બેંક ખાતામાં ₹2,000ની આગામી હપ્તાની રકમ જમા થઈ શકે છે. જોકે, સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી.

દર વર્ષે મળે છે ₹6,000ની સહાય
PM કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ત્રણ સમાન હપ્તામાં, દરેક વખતે ₹2,000 કરીને સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સરકાર દ્વારા 23 હપ્તા મારફતે લાખો ખેડૂતોના ખાતામાં ₹4.28 લાખ કરોડથી વધુની સહાય ટ્રાન્સફર કરવામાં આવી છે.

કોને મળશે 24મી હપ્તાનો લાભ?
યોજનાનો લાભ માત્ર પાત્ર ખેડૂતોને જ મળે છે. તેના માટે અરજદાર ભારતીય નાગરિક હોવો અને તેના નામે ખેતીલાયક જમીન હોવી જરૂરી છે.

નીચેના લોકોને આ યોજનાનો લાભ મળતો નથી

  • દર મહિને ₹10,000થી વધુ પેન્શન મેળવનાર નિવૃત્ત કર્મચારીઓ
  • આવકવેરો ભરતા (Income Tax) વ્યક્તિઓ
  • અન્ય અપાત્ર શ્રેણીના લાભાર્થીઓ
  • ઈ-કેવાયસી કરાવવી ફરજિયાત

24મી હપ્તો મેળવવા માટે e-KYC ફરજિયાત છે. જેમણે હજુ સુધી ઈ-કેવાયસી પૂર્ણ કરી નથી, તેઓ PM કિસાન પોર્ટલ પર OTP દ્વારા અથવા નજીકના CSC સેન્ટર પર બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

આ રીતે ચેક કરો તમારો સ્ટેટસ
ખેડૂતો PM કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈ Know Your Status અથવા Beneficiary List વિકલ્પ દ્વારા પોતાનો હપ્તાનો સ્ટેટસ ચેક કરી શકે છે. રજિસ્ટ્રેશન નંબર અથવા રાજ્ય, જિલ્લા અને ગામની માહિતી દાખલ કર્યા બાદ સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. કોઈ સમસ્યા હોય તો ખેડૂત હેલ્પલાઈન પર પણ સંપર્ક કરી શકે છે.