દોઢ વર્ષના માસૂમ આરવની નિર્દયી હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા, માત્ર 41 દિવસમાં આવ્યો ચુકાદો

Firozabad Aarav Murder Case: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં દોઢ વર્ષના માસૂમ આરવની અત્યંત નિર્દયી હત્યાના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં આરોપી વિરાજ પાઠકને ફાંસીની સજા ફટકારી છે. ઘટનાના માત્ર 41 દિવસમાં ચુકાદો આવતા આ કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. 30 મેના રોજ શિકોહાબાદની યાદવ કોલોનીમાં દોઢ વર્ષના આરવને આરોપી વિરાજ પાઠકે ટોફી અપાવવાના બહાને પોતાની સાથે લઈ જઈ...
Rupin Bakraniya
Rupin Bakraniya
દોઢ વર્ષના માસૂમ આરવની નિર્દયી હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા, માત્ર 41 દિવસમાં આવ્યો ચુકાદોદોઢ વર્ષના માસૂમ આરવની નિર્દયી હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા, માત્ર 41 દિવસમાં આવ્યો ચુકાદો

Firozabad Aarav Murder Case: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં દોઢ વર્ષના માસૂમ આરવની અત્યંત નિર્દયી હત્યાના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં આરોપી વિરાજ પાઠકને ફાંસીની સજા ફટકારી છે. ઘટનાના માત્ર 41 દિવસમાં ચુકાદો આવતા આ કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. 30 મેના રોજ શિકોહાબાદની યાદવ કોલોનીમાં દોઢ વર્ષના આરવને આરોપી વિરાજ પાઠકે ટોફી અપાવવાના બહાને પોતાની સાથે લઈ જઈ જમીન પર વારંવાર પટકી તેની હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી વિરાજ પાઠક બાળકની માતા રતિ સાથે લગ્ન કરવા માંગતો હતો. રતિએ તેનો પ્રસ્તાવ નકારતા અને બાળકને પોતાના સંબંધમાં અવરોધ માનતા તેણે આ ભયાનક કાવતરું રચ્યું હતું. હત્યા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. ઘટના બન્યાના થોડા કલાકોમાં જ આરોપીને એન્કાઉન્ટર બાદ ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી પોલીસ પર ફાયરિંગ કરતાં જવાબી કાર્યવાહીમાં તેના બંને પગમાં ગોળી વાગી હતી. તેની પાસેથી દેશી પિસ્તોલ, જીવતા કારતૂસ અને ખાલી ખોખા પણ મળી આવ્યા હતા.

પોલીસે માત્ર છ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેના કારણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી સુનાવણી શરૂ થઈ. તમામ પુરાવા, CCTV ફૂટેજ અને સાક્ષીઓના આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ફાંસીની સજા સંભળાવી. મૃતક બાળકની માતાએ શરૂઆતથી જ આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. આખરે માત્ર 41 દિવસમાં આવેલા ચુકાદાએ પીડિત પરિવારને ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરાવી છે.