ગાંધીનગર CRPF ગ્રુપ સેન્ટરનો 59મો સ્થાપના દિવસ ઉજવાયો, શહીદોને શ્રદ્ધાંજલિ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા

CRPF Group Centre Gandhinagar Foundation Day: ગાંધીનગર સ્થિત CRPF ગ્રુપ સેન્ટર ખાતે આજે 59મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સવારે ક્વાર્ટર ગાર્ડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાર્ડ ઓફ ઓનર અને પરેડ નિરીક્ષણ યોજાયું હતું. અધિકારીઓએ CRPFના જવાનોના શૌર્ય, સેવા અને બલિદાનની ગૌરવશાળી પરંપરાને યાદ કરી દેશની સુરક્ષા માટે આપેલા યોગદાનને...
Rupin Bakraniya
Rupin Bakraniya
ગાંધીનગર CRPF ગ્રુપ સેન્ટરનો 59મો સ્થાપના દિવસ ઉજવાયો, શહીદોને શ્રદ્ધાંજલિ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયાગાંધીનગર CRPF ગ્રુપ સેન્ટરનો 59મો સ્થાપના દિવસ ઉજવાયો, શહીદોને શ્રદ્ધાંજલિ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા

CRPF Group Centre Gandhinagar Foundation Day: ગાંધીનગર સ્થિત CRPF ગ્રુપ સેન્ટર ખાતે આજે 59મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સવારે ક્વાર્ટર ગાર્ડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગાર્ડ ઓફ ઓનર અને પરેડ નિરીક્ષણ યોજાયું હતું. અધિકારીઓએ CRPFના જવાનોના શૌર્ય, સેવા અને બલિદાનની ગૌરવશાળી પરંપરાને યાદ કરી દેશની સુરક્ષા માટે આપેલા યોગદાનને બિરદાવ્યું હતું. ત્યારબાદ સૈનિક સંમેલન યોજાયું, જેમાં અધિકારીઓએ જવાનો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને સૂચનો અંગે ચર્ચા કરી હતી.

સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત મેળામાં કલ્યાણકારી અને શૈક્ષણિક સ્ટોલ, આરોગ્ય ચકાસણી શિબિર, ફૂડ સ્ટોલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, CRPFના જવાનો અને તેમના પરિવારજનો માટે વિવિધ મનોરંજક અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. કાર્યક્રમમાં CRPFના વરિષ્ઠ અધિકારીઓ, જવાનો, તેમના પરિવારજનો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.