અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ સામે CBIની મોટી કાર્યવાહી, 1,816 કરોડ રૂપિયાના EPFO ​​રોકાણ કૌભાંડમાં FIR દાખલ

Reliance Capital EPFO Investment Scam: કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ રિલાયન્સ કેપિટલ લિમિટેડ, તેના પૂર્વ ચેરમેન અનિલ અંબાણી, અજાણ્યા સરકારી અધિકારીઓ અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે EPFOના ₹1,816.22 કરોડના કથિત રોકાણ કૌભાંડ મામલે FIR નોંધાવી છે. આ કાર્યવાહી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની લેખિત ફરિયાદના આધારે કરવામાં આવી છે. CBIના જણાવ્યા મુજબ, આ મામલામાં કથિત રીતે ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી, વિશ્વાસઘાત અને...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Reliance Capital EPFO Investment Scam: કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ રિલાયન્સ કેપિટલ લિમિટેડ, તેના પૂર્વ ચેરમેન અનિલ અંબાણી, અજાણ્યા સરકારી અધિકારીઓ અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે EPFOના ₹1,816.22 કરોડના કથિત રોકાણ કૌભાંડ મામલે FIR નોંધાવી છે. આ કાર્યવાહી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની લેખિત ફરિયાદના આધારે કરવામાં આવી છે.

CBIના જણાવ્યા મુજબ, આ મામલામાં કથિત રીતે ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી, વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારના ગુનાઓ થયા હોવાનું સામે આવ્યું છે. એજન્સીના દાવા મુજબ EPFOને ₹1,007.55 કરોડનું સીધું નુકસાન થયું છે, જ્યારે તેના પર ₹808.67 કરોડનું વ્યાજ પણ બાકી રહ્યું છે.

તપાસ અનુસાર વર્ષ 2013 અને 2014 દરમિયાન રિલાયન્સ કેપિટલે સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) જાહેર કર્યા હતા. તેમાં EPFOએ ચાર પોર્ટફોલિયો મેનેજરો મારફતે કુલ ₹2,500 કરોડનું રોકાણ કર્યું હતું. આ ડિબેન્ચરની પરિપક્વતા 2023 અને 2024માં થવાની હતી. CBIનો આરોપ છે કે આરોપીઓએ કથિત રીતે ખોટા નાણાકીય વ્યવહારો કરીને રોકાણની રકમનો દુરુપયોગ કર્યો અને અન્યત્ર ડાયવર્ટ કરી દીધી. પરિણામે રિલાયન્સ કેપિટલ NCDનું રિડેમ્પશન કરી શકી નહોતી, જેના કારણે EPFOને કુલ ₹1,816.22 કરોડનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

CBIએ જણાવ્યું છે કે સમગ્ર મામલાની વિગતવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ દરમિયાન સરકારી અધિકારીઓ સહિત તમામ સંડોવાયેલા લોકોની ભૂમિકાની તપાસ કરવામાં આવશે તેમજ રોકાણની રકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો તેની પણ તપાસ થશે. તપાસ એજન્સીએ વધુમાં જણાવ્યું કે અગાઉ પણ રિલાયન્સ એડીએ ગ્રુપની વિવિધ કંપનીઓ સામે જાહેર ક્ષેત્રની બેંકો અને LICની ફરિયાદોના આધારે અનેક FIR નોંધવામાં આવી ચૂકી છે. આ કેસોની તપાસ હાલમાં પણ ચાલુ છે અને કેટલાક મામલાઓની દેખરેખ સુપ્રીમ કોર્ટ હેઠળ ચાલી રહી છે.