Get News Alerts

Never miss breaking news updates.

કોરોના જેવી મહામારી બનશે હંટાવાયરસ? જાણો WHOએ શું કહ્યું...

Hantavirus Update: આર્જેન્ટિનાથી રવાના થયેલા એક ડચ ક્રૂઝ શિપ ‘એમવી હોન્ડિયન્સ’ પર ફેલાયેલા હંટાવાયરસના પ્રકોપે દુનિયાભરના વૈજ્ઞાનિકોને દોડતા કરી નાંખ્યા છે. આ જહાજમાં સવાર કેટલાક યાત્રીઓ ગંભીર રીતે બીમાર પડ્યા છે. જેમાંથી ત્રણના મોત નીપજ્યા છે. તેને લઈને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
Admin
AdminUpdated on: 07 May 2026 09:33 PM IST
કોરોના જેવી મહામારી બનશે હંટાવાયરસ? જાણો WHOએ શું કહ્યું...કોરોના જેવી મહામારી બનશે હંટાવાયરસ? જાણો WHOએ શું કહ્યું...

Hantavirus Update: આર્જેન્ટિનાથી રવાના થયેલા એક ડચ ક્રૂઝ શિપ ‘એમવી હોન્ડિયન્સ’ પર ફેલાયેલા હંટાવાયરસના પ્રકોપે દુનિયાભરના વૈજ્ઞાનિકોને દોડતા કરી નાંખ્યા છે. આ જહાજમાં સવાર કેટલાક યાત્રીઓ ગંભીર રીતે બીમાર પડ્યા છે. જેમાંથી ત્રણના મોત નીપજ્યા છે. તેને લઈને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગુરુવારે એક પુષ્ટિ કરી છે કે, આ જહાજ સાથે જોડાયેલા અત્યાર સુધીમાં આઠ કેસ સામે આવ્યા છે. જેમાંથી પાંચ કેસમાં હંટાવાયરસની પુષ્ટિ થઈ છે. જ્યારે ત્રણ શંકાસ્પદ છે. તેમાંથી ત્રણ યાત્રિકોના મોત નીપજ્યા છે. જેનાથી દુનિયાભરમાં આ બીમારીને લઈને ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, હંટાવાયરસ ઉંદરોથી ફેલાય છે. તેમના સંર્કમાં આવવાથી, ઉંદરોના સલાઇવા, પેશાબ અને મળ દ્વારા ફેલાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખે હંટાવાયરસને લઈને મીડિયા બ્રીફિંગમાં સ્પષ્ટતા કરી છે કે, આ કોઈ નવો વાયરલ નથી અને ન તો કોવિડ-19 જેવી મહામારીની સ્થિતિ છે. WHO પ્રમુખે કહ્યુ કે, આ કોરોના વાયરસ નથી, આ કોઈ મહામારી નથી. આ એવી પરિસ્થિતિ નથી, જે દુનિયાએ છ વર્ષે પહેલાં કોવિડ-19 દરમિયાન જોઈ હતી.

આ સાથે જ WHOએ જે નાગરિકો સેન્ટ હેલેના ટાપુ પર ક્રૂઝમાંથી ઉતર્યા હતા, તે તમામ દેશને એલર્ટ આપ્યું છે. જેમાં બ્રિટન, અમેરિકા, કેનેડા, જર્મની, નેધરલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપોર અને તુર્કિયેનો સમાવેશ થાય છે. જો કે, રાહતની વાત એ છે કે, ક્રૂઝ પર હાજર કોઈપણ યાત્રિકમાં હાલ પૂરતા કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.

ક્રૂઝ પર 11મી તારીખે થયું હતું પહેલું મોત
આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું છે કે, ગયા શનિવારે બ્રિટનના આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમો અંતર્ગત WHOને જાણકારી આપી હતી કે, આર્જેન્ટિનાથી યાત્રા કરી રહેલા ક્રૂઝ પર કેટલાક યાત્રિકોને શ્વાસ સંબંધિત ગંભીર બીમારીના લક્ષણો જોવા મળ્યા છે. પહેલો કેસ એક પુરુષમાં જોવા મળ્યો હતો. જેમાં 6 એપ્રિલે લક્ષણ દેખાયા હતા અને 11 એપ્રિલે તેનું ક્રૂઝ પર જ મોત નીપજ્યું હતું. તે સમયે કોઈ સેમ્પલ લેવામાં આવ્યું નહોતું. કારણ કે, લક્ષણો સામાન્ય શ્વાસ સંબંધિત બીમારીના હતા અને હંટાવાયરસ હોવાની કોઈ શંકા નહોતી.

ત્યારબાદ જ્યારે જહાજ લેન્ડ થયું ત્યારે અન્ય એક વ્યક્તિ જ્હોનિસબ્રગ પહોંચ્યો અને ત્યાં તેનું પણ મોત નીપજ્યું. ત્યારબાદ તપાસમાં હંટાવાયરસ સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે. સ્વિત્ઝર્લેન્ડમાં પણ એક કેસ સામે આવ્યો છે. WHOએ કહ્યું છે કે, જે લોકોમાં લક્ષણો જોવા મળ્યા છે, તેમના રિપોર્ટથી પણ તેઓ અવગત છે. તે કેટલાક અન્ય લોકોના સંપર્કમાં પણ આવ્યા હોઈ શકે છે. જો કે, સંગઠનનું આંકલન છે કે, સાર્વજનિક સ્વાસ્થ્ય માટે આનું જોખમ ઓછું છે.

ક્રૂઝ પર WHO એક્સપર્ટ કરી રહ્યા છે તપાસ
WHOએ જણાવ્યુ છે કે, તેમની એક વિશેષજ્ઞની ટીમ ક્રૂઝ પર છે. તેમની સાથે નેધરલેન્ડના બે ડોક્ટર અને રોગ નિવારણ અને નિયંત્રણ માટે યુરોપીય કેન્દ્રના વિશેષજ્ઞ પણ હાજર છે. જહાજ કેનેરી ટાપુ સમૂહમાં પહોંચે ત્યાં સુધી ટીમ ક્રૂઝ પર રહેશે. વિશેષજ્ઞ જહાજ પર હાજર તમામ લોકોની મેડિકલ તપાસ કરી રહ્યા છે અને સંક્રમણનું જોખમ વધે નહીં તે માટે જાણકારી મેળવી રહ્યા છે.

સંગઠને જણાવ્યું હતું કે, કુલ જોખમ ઓછું છે અને સંક્રમણ ફેલાતું રોકવા માટે સ્પષ્ટ દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. બીમારીને ફેલતી રોકી શકાય છે. WHO અધિકારીએ કહ્યું કે, આ સંક્રમણ બંધ જગ્યામાં ફેલાઈ શકે છે, જેમ કે, 2018માં આર્જેન્ટિનામાં થયેલા પ્રકોપ દરમિયાન જોવા મળ્યું હતું. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે, મોટાભાગે હંટાવાયરસ સ્ટ્રેન લોકો વચ્ચે ફેલાતો નથી.

WHOની વિશેષજ્ઞ ડો. મારિયાએ કહ્યું કે, ‘આ SARS-CoV-2 નથી. આ વાયરસ કોરોના વાયરસની જેમ ફેલાતો નથી. આ ફિઝિકલ રિલેશનથી ફેલાય છે. મોટેભાગે હંટાવાયરસ સ્ટ્રેન એક માણસમાંથી બીજા માણસમાં ફેલાતો નથી.’

WHOએ એ પણ કહ્યું કે, હાલ તો જહાજ પર બાકીના કોઈ યાત્રિકોમાં કોઈ લક્ષણ નથી. જો કે, વાયરસનો ઇન્ક્યૂબેશન સમય લગભગ 6 મહિના હોઈ શકે છે. તેથી આવનારા દિવસોમાં હજુ કેટલાક કેસ બહાર આવી શકે છે. સંગઠને ભાર આપીને કહ્યું છે કે, આ કોઈ મહામારીની સ્થિતિ નથી અને સાર્વજનિક  સ્વાસ્થ્ય એજન્સી મળીને સંક્રમણની ચેઇન તોડવા માટે કામ કરી રહી છે.

હંટાવાયરસના શરૂઆતના લક્ષણો
હંટાવાયરસનો હુમલો બહુ જ શાંત અને ઝડપી થાય છે. શરૂઆતમાં એક સામાન્ય તાવ આવ્યો હોય તેવું લાગે છે. તાવ, શરીરમાં દુખાવો અને કમજોરી જેવું લાગે છે. ત્યારબાદ અચાનક દર્દીની હાલત બગડતી દાય છે. વાયરસ નસોને કમજોર બનાવી દે છે. જેનાથી ફેફસામાં એક પદાર્થ જમા થવા લાગે છે. તેનાથી દર્દીને એવું લાગે છે કે, તે હવામાં હોવા છતાં ડૂબી રહ્યો છે. એવા સમયમાં ECMO મશીન જીવ બતાવી શકે છે. ચીલી અને આર્જેન્ટિના જેવા દેશોમાં નિયમ છે કે, હંટાવાયરસના લક્ષણો જોવા મળતા દર્દીને તાત્કાલિક ECMOની સુવિધા હોય તેવા કેન્દ્રમાં ખસેડવામાં આવે છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.