હંટાવાયરસને લઈને મોટી અપડેટ, WHOએ કહ્યું - માણસોમાં ક્યાં સુધી રહેશે...



હંટાવાયરસને લઈને મોટી અપડેટ, WHOએ કહ્યું - માણસોમાં ક્યાં સુધી રહેશે...



Huntavirus: દુનિયાભરમાં ડર ફેલાવનારા એન્ડિઝ હંટાવાયરસ વિશે વૈજ્ઞાનિકો પાસે પણ ઓછી જાણકારી છે. ખાસ કરીને, આ વાયરસ માણસના શરીરમાં કેટલા સમય સુધી રહી શકે છે? કેટલા સમય સુધી બીજા લોકોમાં ફેલાય શકે છે? આ પણ એક રહસ્ય બનેલું છે. MV Hondius ક્રૂઝ જહાજ પર ફેલાયેલા વાયરસે 11 લોકોને બીમાર પાડ્યા અને 3 લોકોના જીવ લીધા છે. આ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા આ વાયરસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.
ઇન્ડિઝ હંટાવાયરસ માત્ર હવા કે ઉંદરોથી નહીં, પરંતુ માણસના શરીરના તરલ પદાર્થોથી પણ ફેલાઈ શકે છે. તેમાં લાળ, માનું દૂધ અને સ્પર્મ પણ સામેલ છે. ક્રૂઝ જહાજ પર થયેલી આ ઘટના બાદ વૈજ્ઞાનિકો ચિંતિત છે, કારણ કે આ વાયરસ યૌન સંબંધ કે નજીકના સંપર્કથી પણ ફેલાઇ શકે છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે, સંક્રમણ બાદ વ્યક્તિ કેટલા સમય સુધી અન્ય વ્યક્તિને સંક્રમિત કરી શકે, તે અંગે કોઈ ખાસ જાણકારી સામે આવી નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થાના સંક્રમિત બીમારીઓ અને જૂનોસિસ યુનિટના પ્રમુખ મારિયા વાન કેરખોવેએ જણાવ્યું છે કે, ઇન્ડિઝ હંટાવાયરસ પર અભ્યાસ ચાલુ છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે નેચરલ હિસ્ટ્રી સ્ટડી. આ સ્ટડી વાયરસને માણસના જીવનચક્રમાં સમજવાની કોશિશ કરશે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ સ્ટડી ક્વોરેન્ટાઇન લોકોના નિયમિત સેમ્પલ લઈને કરવામાં આવશે. તેનાથી જાણ થશે કે, સંક્રમણ છે કે નહીં. શું તે અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે કે નહીં, આ જાણકારી બહુ જરૂરી છે. કારણ કે અત્યાર સુધી હંટાવાયરસ માટે કોઈ ખાસ ઇલાજ ઉપલબ્ધ નથી.




