અમદાવાદ દરિયાપુરના મનપસંદ જીમખાનામાં SMCનો દરોડો: 187 જુગારીઓ ઝડપાયા, ₹3.30 લાખ રોકડ જપ્ત

અમદાવાદ: અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા 'મનપસંદ જીમખાના' પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાકી બાતમીના આધારે SMCની પાંચ ટીમોએ સંયુક્ત દરોડો પાડીને ગેરકાયદેસર જુગાર રમાડવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન કુલ 187 લોકો જુગાર રમતા અને રમાડતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી અંદાજે ₹3.30 લાખની રોકડ, 176 મોબાઇલ ફોન તેમજ 29...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

અમદાવાદ: અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા 'મનપસંદ જીમખાના' પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાકી બાતમીના આધારે SMCની પાંચ ટીમોએ સંયુક્ત દરોડો પાડીને ગેરકાયદેસર જુગાર રમાડવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

દરોડા દરમિયાન કુલ 187 લોકો જુગાર રમતા અને રમાડતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી અંદાજે ₹3.30 લાખની રોકડ, 176 મોબાઇલ ફોન તેમજ 29 વાહનો જપ્ત કર્યા છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જુગાર રમવા ઇચ્છતા લોકોને અગાઉથી રૂપિયા જમા કરાવી રસીદ આપવામાં આવતી હતી. ત્યારબાદ આ રસીદના આધારે પ્રિન્ટેડ શીટમાં હિસાબ રાખીને જુગાર રમાડવામાં આવતો હતો. આ સમગ્ર સિસ્ટમમાં સીધા રોકડ વ્યવહારો ઓછા રાખી રસીદ આધારિત વ્યવસ્થા અપનાવવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસભાઈ પટેલ છે, જેની સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

SMCએ બોર્ડ ભાડે આપનાર, જુગાર રમાડનાર અને જુગાર રમનાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર કેસમાં મની ટ્રેઇલ, આર્થિક લેવડદેવડ અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા સ્થળનું પંચનામું કરીને FIR નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ તમામ ડિજિટલ અને દસ્તાવેજી પુરાવા એકત્ર કરીને આરોપીઓ સામે મજબૂત ચાર્જશીટ દાખલ કરવાની તેમજ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.