Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: રથયાત્રા પહેલા 9.8 કિલો ગાંજો જપ્ત, બે આરોપી ઝડપાયા

અમદાવાદ: રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાં દરોડો પાડી 9.800 કિલો પ્રતિબંધિત ગાંજો જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન અંદાજે ₹4 લાખનો ગાંજો તેમજ અન્ય મુદ્દામાલ...
R Gajjar
R GajjarUpdated on: 08 Jul 2026 04:34 PM IST
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: રથયાત્રા પહેલા 9.8 કિલો ગાંજો જપ્ત, બે આરોપી ઝડપાયાઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: રથયાત્રા પહેલા 9.8 કિલો ગાંજો જપ્ત, બે આરોપી ઝડપાયા

અમદાવાદ: રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાં દરોડો પાડી 9.800 કિલો પ્રતિબંધિત ગાંજો જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન અંદાજે ₹4 લાખનો ગાંજો તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹5.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મોટા પાયે સપ્લાય કરવા માટે ગાંજાનો જથ્થો લઈને આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ મોહસીન નામના વ્યક્તિએ આ કામ સોંપ્યું હોવાનું જણાવ્યું છે. તપાસમાં એ પણ ખુલ્યું છે કે ઇઝરાયલ ખાનને ગાંજાની હેરફેર બદલ રૂપિયા મળવાના હતા. તપાસ દરમિયાન વધુ એક મહત્વની માહિતી સામે આવી છે કે આ ગાંજાની ડિલિવરી મોહમ્મદ સાજિદને આપવાની હતી. સમગ્ર મામલામાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલા ડ્રગ્સ સપ્લાય નેટવર્કની કડીઓ જોડાયેલી હોવાની શંકાના આધારે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં તેમના રિમાન્ડ મંજૂર થયા છે. હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે અને ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. લાંબા સમય બાદ અમદાવાદમાં આટલા મોટા જથ્થામાં ગાંજો ઝડપાતા ક્રાઇમ બ્રાન્ચને નોંધપાત્ર સફળતા મળી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com