UPSCની તૈયારી કરતા ગુજરાતના યુવાઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, પ્રોત્સાહન સહાયમાં વધારો



ફાઈલ ફોટો
UPSCની તૈયારી કરતા ગુજરાતના યુવાઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, પ્રોત્સાહન સહાયમાં વધારો



ફાઈલ ફોટો
ગાંધીનગર: ગુજરાતમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને વધુ પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) અને તેના તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારોને મળતી પ્રોત્સાહન સહાયના દરોમાં વધારો કરવામાં આવ્યો છે.
નવી વ્યવસ્થા મુજબ, પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી માટે ઉમેદવારોને દર મહિને રૂ. 4,000 સુધીની સહાય આપવામાં આવશે.
રાજ્ય સરકારના સુધારેલા દરો અનુસાર, UPSC પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ. 35 હજાર અને યુવતીઓને રૂ. 50 હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષા (મેઇન્સ) પાસ કરનાર યુવકોને રૂ. 45 હજાર અને યુવતીઓને રૂ. 55 હજારની સહાય મળશે.
આ ઉપરાંત, અંતિમ પસંદગી મેળવનાર યુવકોને રૂ. 75 હજાર અને યુવતીઓને રૂ. 1 લાખનું વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે.
આ રીતે વિવિધ તબક્કાઓમાં મળતી સહાયને ધ્યાનમાં લેતા યુવકોને કુલ રૂ. 1.55 લાખ અને યુવતીઓને કુલ રૂ. 2.05 લાખ સુધીની પ્રોત્સાહન સહાય મળશે.
રાજ્ય સરકારે જાહેર કરેલા સુધારેલા દરોનો હેતુ વધુને વધુ યુવાનોને UPSC જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહિત કરવાનો અને આર્થિક સહયોગ પૂરો પાડવાનો છે.




