35 દિવસના ઉનાળુ વેકેશન બાદ ગુજરાતની શાળાઓ ફરી ધમધમી



ફાઈલ ફોટો
35 દિવસના ઉનાળુ વેકેશન બાદ ગુજરાતની શાળાઓ ફરી ધમધમી



ફાઈલ ફોટો
અમદાવાદ: 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ સોમવારથી રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થયો છે. રાજ્યની 54 હજારથી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓના આગમન સાથે ફરી એકવાર શૈક્ષણિક માહોલ જોવા મળ્યો હતો.
નવા સત્રના પ્રથમ દિવસે અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓના સ્વાગત માટે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓનું તિલક કરીને, ફૂલો આપીને તેમજ વિવિધ સ્વાગત પ્રવૃત્તિઓ દ્વારા આવકાર કરવામાં આવ્યો હતો. લાંબા વેકેશન બાદ મિત્રો અને શિક્ષકોને મળતા વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાજ્યમાં 4 મેથી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. વેકેશન પૂર્ણ થતાં હવે રાજ્યભરમાં નિયમિત શૈક્ષણિક કામગીરી ફરી શરૂ થઈ છે. નવા શૈક્ષણિક વર્ષમાં 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ સાથે જોડાયા છે.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ પ્રથમ સત્રમાં 120 અને બીજા સત્રમાં 124 એમ કુલ 244 શિક્ષણ દિવસ રહેશે. જ્યારે રવિવાર, જાહેર રજાઓ અને વેકેશન સહિત વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન કુલ 121 દિવસની રજાઓ મળશે.




