ઉનાળાની 35 દિવસની રજાઓ પૂર્ણ થતાં સોમવારથી ગુજરાતભરની 54 હજારથી વધુ શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓના સ્વાગત માટે અનેક શાળાઓમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ નવા સત્રની શરૂઆત કરી હતી.