Get News Alerts

Never miss breaking news updates.

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કર્યો

ગુજરાતને પોલિયોમુક્ત રાખવાના સંકલ્પ સાથે રાજ્યવ્યાપી **'પલ્સ પોલિયો અભિયાન'**નો રવિવારે પ્રારંભ કરવામાં આવ્યો. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની હાજરીમાં બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી અભિયાનને લીલી ઝંડી આપી. આ અભિયાન હેઠળ રાજ્યના 5 વર્ષ સુધીના અંદાજે 83.50 લાખ બાળકોને પોલિયોની રસી અપાશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 28 Jun 2026 01:18 PM IST
CM ભૂપેન્દ્ર પટેલે  ગુજરાતમાં પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કર્યોCM ભૂપેન્દ્ર પટેલે  ગુજરાતમાં પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કર્યો

ગાંધીનગર બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી રાજ્યવ્યાપી ઝુંબેશને લીલી ઝંડી આપી  રાજ્યના 5 વર્ષ સુધીના 83.50 લાખ બાળકોને પોલિયોની રસી અપાશે, 32,997 પોલિયો બૂથ પર આરોગ્ય વિભાગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાજ્યમાંથી બાળ લકવા (પોલિયો)નો સંપૂર્ણ નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી **'પલ્સ પોલિયો અભિયાન'**નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી અભિયાનને સત્તાવાર રીતે પ્રારંભ કરાવ્યો હતો.

રાજ્ય સરકારના આ મહત્વાકાંક્ષી અભિયાન હેઠળ ગુજરાતભરના 5 વર્ષ સુધીના અંદાજે 83.50 લાખ બાળકોને પોલિયોની રસીના ટીપાં પીવડાવવામાં આવશે. બાળ લકવા જેવી ગંભીર બીમારી સામે બાળકોને સુરક્ષિત રાખવાના હેતુથી આરોગ્ય વિભાગે રાજ્યવ્યાપી વ્યાપક આયોજન કર્યું છે.

અભિયાનને સફળ બનાવવા માટે રાજ્યભરમાં 32,997 પોલિયો બૂથ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના 6,599 સુપરવાઇઝરોના માર્ગદર્શન હેઠળ 65,994 આરોગ્ય ટીમો ઘરે-ઘરે તેમજ પોલિયો બૂથ પર જઈ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવશે.

રાજ્ય સરકારે તમામ વાલીઓને પોતાના પાંચ વર્ષ સુધીના બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ પોલિયોની રસી અપાવવાની અપીલ કરી છે, જેથી ગુજરાતને પોલિયોમુક્ત રાખવાના સંકલ્પને વધુ મજબૂત બનાવી શકાય.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.