Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતાં હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નાવકાસ્ટ (Nowcast) જાહેર કરી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 07 Jul 2026 12:54 PM IST
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! હવામાન વિભાગની આગાહીગુજરાતમાં આગામી 3 કલાક ભારે! હવામાન વિભાગની આગાહી

ફાઈલ ફોટો

અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી માટે નાવકાસ્ટ જાહેર કરવામાં આવી છે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તેજ પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. લોકોને સાવચેતી રાખવા અને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

આ ઉપરાંત સુરત, તાપી, ડાંગ અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દિવ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ અને તેજ પવનને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.