વડોદરાની યાસ્તિકા ભાટિયાનો લોર્ડ્સમાં વિશ્વ રેકોર્ડ, મહિલા ટેસ્ટમાં રચ્યો નવો ઇતિહાસ

વડોદરા: ગુજરાતની ગૌરવ સમાન વડોદરાની ક્રિકેટર યાસ્તિકા ભાટિયાએ ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન કરીને વિશ્વ ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે. યાસ્તિકાએ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારીને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. યાસ્તિકાએ 158 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 113 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. તેની આ ઐતિહાસિક ઇનિંગ્સ બાદ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ખુશીની લાગણી છવાઈ ગઈ...
Rupin Bakraniya
Rupin Bakraniya
વડોદરાની યાસ્તિકા ભાટિયાનો લોર્ડ્સમાં વિશ્વ રેકોર્ડ, મહિલા ટેસ્ટમાં રચ્યો નવો ઇતિહાસવડોદરાની યાસ્તિકા ભાટિયાનો લોર્ડ્સમાં વિશ્વ રેકોર્ડ, મહિલા ટેસ્ટમાં રચ્યો નવો ઇતિહાસ

વડોદરા: ગુજરાતની ગૌરવ સમાન વડોદરાની ક્રિકેટર યાસ્તિકા ભાટિયાએ ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન કરીને વિશ્વ ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે. યાસ્તિકાએ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારીને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. યાસ્તિકાએ 158 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 113 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. તેની આ ઐતિહાસિક ઇનિંગ્સ બાદ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

યાસ્તિકાની માતા ગરિમા ભાટિયાએ ભાવુક બની જણાવ્યું કે આજે અમને અમારી દીકરી પર ગર્વ છે. જ્યારે યાસ્તિકાને ક્રિકેટમાં આગળ ધપાવી હતી ત્યારે ઘણા લોકોએ વિવિધ પ્રકારની વાતો કરી હતી, પરંતુ જો તે સમયે લોકોની વાત માની હોત તો આજે આ ગૌરવનો ક્ષણ જોવા મળ્યો ન હોત. તેમણે કહ્યું કે દીકરીઓને પોતાની પસંદગીના ક્ષેત્રમાં સ્વતંત્ર રીતે આગળ વધવાની તક આપવી જોઈએ.

યાસ્તિકાના પિતા હરીશ ભાટિયાએ જણાવ્યું કે રમતની સાથે શિક્ષણ પણ એટલું જ જરૂરી છે. પરિવારે યાસ્તિકાને બંને ક્ષેત્રમાં આગળ વધવા માટે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. શરૂઆતના દિવસોમાં અનેક પડકારો આવ્યા છતાં પરિવારે ક્યારેય હિંમત હારી નહોતી. શાળા, કોલેજ અને કોચનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. તેમણે ગર્વથી કહ્યું કે અમારી એક દીકરી ડોક્ટર છે અને બીજી દીકરીએ ક્રિકેટમાં વિશ્વ રેકોર્ડ બનાવી પરિવારનું નામ રોશન કર્યું છે.

યાસ્તિકાના કોચે જણાવ્યું કે યાસ્તિકા જન્મથી જ ક્રિકેટ માટે બની છે. તેણે પોતાની કારકિર્દીમાં ક્યારેય હાર સ્વીકારી નથી અને સતત મહેનત, શિસ્ત તથા સંયમથી આગળ વધી રહી છે. તેમની આ સિદ્ધિ ભારતીય મહિલા ક્રિકેટ માટે ગેમ ચેન્જર સાબિત થશે. યાસ્તિકાની આ સિદ્ધિ માત્ર વડોદરા કે ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ બની છે.