અમદાવાદથી ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’નો ભવ્ય પ્રારંભ

Vande Mataram Yuva Udghosh Abhiyan: ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચા દ્વારા ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’નો અમદાવાદ ખાતેથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અભિયાનનું પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો અને યુવાનોએ ‘વંદે માતરમ્’ તથા...
Rupin Bakraniya
Rupin Bakraniya
અમદાવાદથી ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’નો ભવ્ય પ્રારંભઅમદાવાદથી ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’નો ભવ્ય પ્રારંભ

Vande Mataram Yuva Udghosh Abhiyan: ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચા દ્વારા ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’નો અમદાવાદ ખાતેથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અભિયાનનું પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો અને યુવાનોએ ‘વંદે માતરમ્’ તથા ‘ભારત માતા કી જય’ના જયઘોષ સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

‘વંદે માતરમ્’ માત્ર ગીત નહીં, રાષ્ટ્રભાવનાનું પ્રતીક: જગદીશ વિશ્વકર્મા
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોના હૃદયમાં ‘વંદે માતરમ્’ પ્રત્યે ગૌરવ, આદર અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત કરવાનો છે. તેમણે કહ્યું કે ‘વંદે માતરમ્’ માત્ર ગાન નથી, પરંતુ ભારતની આત્મા, ઓળખ અને રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતીક છે. તેમણે યુવાનોને ‘વંદે માતરમ્’ માત્ર કંઠસ્થ કરવા નહીં, પરંતુ તેને પોતાના જીવન અને અંતરમાં ઉતારવા માટે આહ્વાન કર્યું હતું.

12 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી ચાલશે અભિયાન
પ્રદેશ યુવા મોરચા દ્વારા આ અભિયાન 12 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ચલાવવામાં આવશે. અભિયાન અંતર્ગત વિવિધ ઝોનમાં કાર્યશાળાઓ યોજાશે. આ ઉપરાંત શાળા-કોલેજો, યુવક મંડળો અને વિવિધ સંસ્થાઓને જોડીને ‘વંદે માતરમ્’ અંગે સંવાદ અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે. ડૉ. હેમાંગભાઈ જોશીએ જણાવ્યું કે અભિયાનને સંગઠનના મંડલ સ્તર સુધી લઈ જઈ વધુમાં વધુ યુવાનોને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

ડિજિટલ માધ્યમથી પણ યુવાનો જોડાશે
અભિયાનમાં ડિજિટલ માધ્યમનો પણ ઉપયોગ કરવામાં આવશે. યુવાનો માટે વેબસાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં તેઓ ‘વંદે માતરમ્’ ગાન સાથે પોતાનો વીડિયો રેકોર્ડ કરીને અપલોડ કરી શકશે. વીડિયો અપલોડ કરનારા યુવાનોને પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

‘વંદે માતરમ્’ને જનભાગીદારીનું અભિયાન બનાવવાનો સંકલ્પ
પ્રદેશ યુવા મોરચાના પ્રભારી કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘વંદે માતરમ્’ માત્ર ગીત નથી, પરંતુ ભારતમાતા પ્રત્યે સમર્પણ, દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણની પ્રેરણાનો મંત્ર છે. તેમણે આ અભિયાનને ભવ્ય અને જનભાગીદારીપૂર્ણ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે જ ગુજરાત યુવા મોરચાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય તેવો પ્રયાસ કરવાની વાત પણ કરી હતી.

‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે યુવાનોને જોડવાનો પ્રયાસ
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા યુવાનોને રાષ્ટ્રભાવના સાથે જોડવામાં આ અભિયાન મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તથા સાંસદ ડૉ. હેમાંગભાઈ જોશી, કિરીટભાઈ પટેલ સહિતના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.