Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના મેયર હિતેશ બારોટે આંબલી રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના સ્ટોપની કરી માંગ

Ahmedabad Vandhe Bharat Halt Ambli Railway Station: અમદાવાદના મેયર હિતેશ બારોટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને વંદે ભારત ટ્રેનને આંબલી (ઘાટલોડિયા) રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવાની માંગ કરી છે. 5 મે 2026ના રોજ લખાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રેલવે દ્વારા આંબલી (ઘાટલોડિયા) રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. સ્ટેશન પર વિશાળ પાર્કિંગ, કાફેટેરિયા, વેઇટિંગ રૂમ સહિતની અનેક સુવિધાઓ...
R Gajjar
R GajjarUpdated on: 26 Jun 2026 08:12 PM IST
અમદાવાદના મેયર હિતેશ બારોટે આંબલી રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના સ્ટોપની કરી માંગઅમદાવાદના મેયર હિતેશ બારોટે આંબલી રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના સ્ટોપની કરી માંગ

AI Generated Images

Ahmedabad Vandhe Bharat Halt Ambli Railway Station: અમદાવાદના મેયર  હિતેશ બારોટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને વંદે ભારત ટ્રેનને આંબલી (ઘાટલોડિયા) રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવાની માંગ કરી છે. 5 મે 2026ના રોજ લખાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રેલવે દ્વારા આંબલી (ઘાટલોડિયા) રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. સ્ટેશન પર વિશાળ પાર્કિંગ, કાફેટેરિયા, વેઇટિંગ રૂમ સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત આંબલી સ્ટેશન અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર સાથે સારી રીતે જોડાયેલું હોવાથી અહીંથી મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેન સેવા લઈ શકે છે.

પત્રમાં ખાસ કરીને  વંદે ભારત દ્વારકા–ઓખા (22925/22926) અને  વંદે ભારત સોમનાથ (20911/20912) ટ્રેનને આંબલી રેલવે સ્ટેશન પર હોલ્ટ આપવા વિનંતી કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે આવો સ્ટોપ મળવાથી દ્વારકા, સોમનાથ અને શારદાપીઠ જેવા ધાર્મિક સ્થળોએ જતાં શ્રદ્ધાળુઓ તેમજ મહિલાઓ અને વડીલ મુસાફરોને વધુ સુવિધા મળશે. હિતેશ બારોટે અમિત શાહને આ માંગણીને ગ્રાહ્ય રાખી વહેલી તકે જરૂરી નિર્ણય લેવા અપીલ કરી છે. 

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com