સુરતમાં કથિત પત્રકાર હબીબ સૈયદ સામે ખંડણીની નવી FIR, ₹2 લાખ માંગ્યા અને ₹50 હજાર પડાવ્યાનો આરોપ

Surat Extortion FIR Against Habib Saiyed: સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્રકાર તરીકેની ઓળખ આપીને ખંડણી માંગ્યાના આરોપસર કથિત પત્રકાર હબિબુરરહેમાન ઉર્ફે હબીબ અબ્દુલગની સૈયદ સામે વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા ડૉ. યાસીન આમોદવાલાની ફરિયાદના આધારે અઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહી ₹2 લાખ માંગ્યાનો આરોપ ફરિયાદ...
Rupin Bakraniya
Rupin Bakraniya
સુરતમાં કથિત પત્રકાર હબીબ સૈયદ સામે ખંડણીની નવી FIR, ₹2 લાખ માંગ્યા અને ₹50 હજાર પડાવ્યાનો આરોપસુરતમાં કથિત પત્રકાર હબીબ સૈયદ સામે ખંડણીની નવી FIR, ₹2 લાખ માંગ્યા અને ₹50 હજાર પડાવ્યાનો આરોપ

Surat Extortion FIR Against Habib Saiyed: સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્રકાર તરીકેની ઓળખ આપીને ખંડણી માંગ્યાના આરોપસર કથિત પત્રકાર હબિબુરરહેમાન ઉર્ફે હબીબ અબ્દુલગની સૈયદ સામે વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા ડૉ. યાસીન આમોદવાલાની ફરિયાદના આધારે અઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહી ₹2 લાખ માંગ્યાનો આરોપ
ફરિયાદ મુજબ, ડૉ. યાસીન રામપુરા વિસ્તારમાં મંજૂરી મેળવી એપાર્ટમેન્ટનું બાંધકામ કરી રહ્યા હતા. મે 2026 દરમિયાન તેઓ અઠવા સાગર હોટલ પાસે હાજર હતા ત્યારે આરોપી હબીબ સૈયદ મોપેડ પર ત્યાં પહોંચ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીએ ડૉ. યાસીનને તેમનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહી ડિમોલેશનની કાર્યવાહી અટકાવવાના નામે ₹2 લાખની ખંડણી માંગી હતી.

પૈસા આપવાની ના પાડતાં ચપ્પુ બતાવી ધમકી આપ્યાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, ડૉ. યાસીને પૈસા આપવાનો ઇનકાર કરતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ મોપેડની ડીકીમાંથી ધારદાર ચપ્પુ કાઢી ફરિયાદીના ગળા પાસે મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધમકીથી ગભરાયેલા ડૉ. યાસીને તેમની પાસે રહેલા ₹50 હજાર રોકડા આપ્યા હતા. બાકીની રકમ બાદમાં આપવાનું કહી આરોપી ત્યાંથી નીકળી ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
સમગ્ર મામલે અઠવા પોલીસે ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 308(5), 352 અને 351(3) હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.