Get News Alerts

Never miss breaking news updates.

સાણંદમાં 16.80 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 4 આરોપી ઝડપાયા

Sanand Theft Case: અમદાવાદ ગ્રામ્યના સાણંદના સનાથળ ગામની સીમમાં આવેલા એપલવુડ વિલામાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ચાંગોદર પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ભારે વરસાદનો લાભ લઈ બંધ મકાનને બનાવ્યું નિશાન ભારે વરસાદના કારણે મકાનમાલિક પરિવાર સાથે ઘર બંધ કરીને પોતાની દીકરીના ઘરે...
R Gajjar
R GajjarUpdated on: 19 Aug 2026 05:17 PM IST
સાણંદમાં 16.80 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 4 આરોપી ઝડપાયાસાણંદમાં 16.80 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 4 આરોપી ઝડપાયા

Sanand Theft Case: અમદાવાદ ગ્રામ્યના સાણંદના સનાથળ ગામની સીમમાં આવેલા એપલવુડ વિલામાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ચાંગોદર પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

ભારે વરસાદનો લાભ લઈ બંધ મકાનને બનાવ્યું નિશાન
ભારે વરસાદના કારણે મકાનમાલિક પરિવાર સાથે ઘર બંધ કરીને પોતાની દીકરીના ઘરે રહેવા ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ચોરી દરમિયાન મકાનમાંથી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના સહિત અંદાજે રૂ.16.80 લાખની મત્તા ચોરી કરવામાં આવી હતી. મકાનમાલિક પરત ફર્યા ત્યારે ઘરના દરવાજા ખુલ્લા હતા અને અંદરના કબાટો પણ ખુલ્લા જોવા મળ્યા હતા. ઘરનો સામાન વેરવિખેર પડેલો હોવાથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.

વીજળી બંધ અને CCTV બંધ હોવાનો તસ્કરોએ લીધો લાભ
ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે વિસ્તારમાં વીજળી બંધ થઈ ગઈ હતી. જેના કારણે સીસીટીવી કેમેરા પણ બંધ હતા. તસ્કરોએ આ તકનો લાભ લઈને બંધ મકાનમાં ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ફરિયાદ મળ્યા બાદ ચાંગોદર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરી હતી.

ચોરીનો મુદ્દામાલ વેચવા જતા ચાર આરોપી ઝડપાયા
તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો ચોરીનો મુદ્દામાલ વેચવા માટે બાઈક પર ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સનાથળ સર્કલ તરફથી આવતા શખ્સો પર વોચ ગોઠવી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે કલ્પેશ પટેલ, નારાયણ પટેલ, રાનુ ભોઇ અને દિનેશ ભોઇની ધરપકડ કરી છે. જ્યારે ચોરીમાં સંડોવાયેલો હરીશ દલપતભાઈ કટારા હાલ ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

23.70 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના, સોનાની લગડી, ચાંદીના દાગીના, કાંડા ઘડિયાળો, રોકડ રકમ, બાઈક અને ચાર મોબાઈલ ફોન સહિત કુલ રૂ.23,70,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નારાયણ પટેલ અને ફરાર આરોપી હરીશ કટારા વિરુદ્ધ અગાઉ પણ ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલા છે. અન્ય આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ ચાંગોદર પોલીસે ઝડપાયેલા ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ ફરાર આરોપી હરીશ કટારાને ઝડપી પાડવા માટે પોલીસની ટીમોએ તપાસ તેજ કરી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]