અમદાવાદના સાબરમતીમાં ટ્રેનમાં આગ, ફાયર વિભાગે સમયસર આગ પર કાબૂ મેળવ્યો
અમદાવાદ: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ટ્રેન કાળીગામ યાર્ડ તરફ જતી હતી ત્યારે અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઝડપી કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડે આગ પર સમયસર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી....
Rupin Bakraniya

અમદાવાદ: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ટ્રેન કાળીગામ યાર્ડ તરફ જતી હતી ત્યારે અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઝડપી કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડે આગ પર સમયસર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.

સદનસીબે આગ લાગેલી ટ્રેનમાં કોઈ મુસાફરો હાજર ન હોવાથી જાનહાનિ કે ઈજાની કોઈ ઘટના બની નથી. જોકે આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રાથમિક રીતે આગનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાને લઈને રેલવે વિભાગે તપાસ શરૂ કરી છે અને આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ બાદ જ વધુ વિગતો સામે આવશે.