Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરમાં 2300થી વધુ મહેસૂલ તલાટીઓને નિમણૂંક પત્રો, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- "તલાટી મહેસૂલ તંત્રની કરોડરજ્જુ"

ગાંધીનગર: ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસૂલ તલાટી તરીકે પસંદગી પામેલા 2300થી વધુ યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટેની અનેક નવી પહેલોનું પણ લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ નિયુક્ત તલાટીઓને સંબોધતા જણાવ્યું હતું કે, "રેવન્યુ તલાટી...
R Gajjar
R GajjarUpdated on: 02 Jul 2026 11:00 PM IST
ગાંધીનગરમાં 2300થી વધુ મહેસૂલ તલાટીઓને નિમણૂંક પત્રો, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- "તલાટી મહેસૂલ તંત્રની કરોડરજ્જુ"ગાંધીનગરમાં 2300થી વધુ મહેસૂલ તલાટીઓને નિમણૂંક પત્રો, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- "તલાટી મહેસૂલ તંત્રની કરોડરજ્જુ"

AI Generated Images

ગાંધીનગર: ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસૂલ તલાટી તરીકે પસંદગી પામેલા 2300થી વધુ યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટેની અનેક નવી પહેલોનું પણ લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ નિયુક્ત તલાટીઓને સંબોધતા જણાવ્યું હતું કે, "રેવન્યુ તલાટી મહેસૂલ તંત્રની કરોડરજ્જુ છે. ગામડાના લોકોની સમસ્યાઓનું સ્થાનિક સ્તરે નિરાકરણ લાવવાની સૌથી મોટી જવાબદારી તલાટીની છે." તેમણે ઉમેર્યું હતું કે જે વ્યક્તિ ખરેખર મુશ્કેલીમાં હોય તેનું કામ સરળતાથી પૂર્ણ થાય અને તેના આશીર્વાદ મળે, તે ઈશ્વરના આશીર્વાદ સમાન છે. તેથી દરેક તલાટીએ પોતાની ફરજને માત્ર નોકરી નહીં પરંતુ સેવા તરીકે જોવી જોઈએ.

લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા આહવાન
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગામડાનો સામાન્ય માણસ પોતાની નાની-મોટી સમસ્યાઓ અને જમીન સંબંધિત કામો માટે સૌથી પહેલા તલાટીનો સંપર્ક કરે છે. તેથી તલાટીએ એવી કામગીરી કરવી જોઈએ કે લોકોનો સમય બચે અને તેમને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે. તેમણે કહ્યું કે, તલાટીએ દરેક વ્યક્તિની જગ્યાએ પોતાને મૂકીને વિચારવું જોઈએ કે જો પોતાનું કામ અટકતું હોય તો કેવું લાગશે. આવી સંવેદનશીલતા સાથે કરવામાં આવતી કામગીરી જ જનવિશ્વાસ મજબૂત બનાવે છે.

રમૂજી અંદાજમાં આપી મહત્વની શિખામણ
સંબોધન દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ હળવા અંદાજમાં જણાવ્યું કે, ઘણા લોકો આશીર્વાદ આપતા હોય છે કે "તલાટી થઈ જાવ", પરંતુ માત્ર તલાટી બનવું પૂરતું નથી. લોકોની તકલીફો દૂર કરીને જે આશીર્વાદ મળે છે તે જ સાચી સફળતા છે. તેમણે કહ્યું કે, ગામનું કોમ્પ્યુટર એટલે તલાટી કહેવાય છે, કારણ કે ગામની જમીનથી લઈને લોકોની સ્થિતિ સુધીની તમામ માહિતી તલાટી પાસે હોય છે. આથી જ તલાટીને મહેસૂલ તંત્રની કરોડરજ્જુ ગણવામાં આવે છે.

નવી મહેસૂલી સેવાઓનું લોન્ચિંગ
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે મહેસૂલ વિભાગની ત્રણ મહત્વપૂર્ણ પહેલોનું લોન્ચિંગ કરવામાં આવ્યું.

REVA : Revenue Voice and Assistance
QR Code આધારિત નવી ફીડબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેના માધ્યમથી નાગરિકો કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, સબ-રજીસ્ટ્રાર કચેરી સહિતની વિવિધ મહેસૂલી કચેરીઓમાં મળતી સેવાઓ અંગે સીધો પ્રતિભાવ આપી શકશે.

IRCMSમાં ઈ-ફાઈલિંગ સુવિધા
Integrated Revenue Court Case Management System (IRCMS) હેઠળ હવે અરજદારો ઘરબેઠાં જ રેવન્યુ કેસ દાખલ કરી શકશે. કેસની સ્થિતિનું રિયલ-ટાઈમ ટ્રેકિંગ કરી શકાશે તેમજ કેસ પૂર્ણ થયા બાદ ઓનલાઈન ઓર્ડર પણ ડાઉનલોડ કરી શકાશે.

સર્વે ઓફ ઈન્ડિયા સાથે MoU
રાજ્યના સિટી સર્વે નકશાઓને જીઓ-રેફરન્સિંગ કરવા માટે સર્વે ઓફ ઈન્ડિયા સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો. આ પહેલ જમીન સંબંધિત માહિતી વધુ ચોક્કસ અને ડિજિટલ બનાવવામાં મદદરૂપ બનશે.

રાજ્યમાં 2,389 ખાલી જગ્યાઓ ભરાઈ
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે રાજ્યમાં લાંબા સમયથી ખાલી રહેલી 2,389 મહેસૂલ તલાટીની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રીના સતત માર્ગદર્શનના પરિણામે આ ભરતી પ્રક્રિયા પારદર્શક અને ઝડપી રીતે પૂર્ણ થઈ શકી છે. તેમણે જણાવ્યું કે ગામમાં તલાટી એ સરકારનો ચહેરો છે અને જમીન સંબંધિત દસ્તાવેજો, ચૂંટણી, વસ્તી ગણતરી સહિતની અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવાની હોય છે.

મુખ્ય સચિવ એમ.કે. દાસનો સંદેશ
મુખ્ય સચિવ એમ.કે. દાસે નવ નિયુક્ત તલાટીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે તેમની પસંદગી માત્ર મેરિટ અને મહેનતના આધારે થઈ છે. તેમણે તલાટીઓને જમીન રેકોર્ડ સંપૂર્ણપણે સચોટ રાખવા અને સરકારી જમીનો પર થતા ગેરકાયદેસર દબાણો અટકાવવા માટે સજાગ રહેવા અનુરોધ કર્યો હતો.

દાદાએ પોતાના સંબોધનમાં રમૂજી અંદાજમાં કહ્યું કે, તમે બધા સેવા આપવા તૈયાર થઇ ગયા છો, શરૂઆતમાં અહિંયાથી કહેવામાં આવ્યું કે, આશિર્વાદ એવા આપ્યા કે તમે તલાટી થઇ જાવ , પણ તલાટી થઇ જવાની વાત નથી.તમારી અગત્યતા, તમારી વેલ્યૂ છે કે જ્યારે કોઇ વ્યક્તિ જીવનમાં તેમનું કેટલું બધું અને કેટલી તકલીફ પડતી હશે. તે આપણા માટે અગત્યનો પ્રશ્ન છે અને તમે કેટલું મોટું કામ કરી શકો. આપણી સંસ્કૃતિમાં પાપ અને શ્રાપ બંનેનું વજન છે. આપણે બધાએ બધું જોયું છે અને આપણે સાંભળ્યું છે કે ભગવાને શ્રાપ આપ્યા, ઋષિમુનિઓએ શ્રાપ આપ્યા અને બધાએ આશિર્વાદ આપતા પણ જોયા છે, પણ હવે આપણને અત્યારે તેવા આશિર્વાદ ક્યાંથી મળે હવે આપણને આવવા જ મળે ને.. કે જે ખરેખર તકલીફમાં છે તેમનું કામ કરી દો અને જે આશિર્વાદ મળે તે ભગવાને આશિર્વાદ આપ્યા બરાબર થઇ જાય. એટલે તમારુ કામ અને તલાટી શબ્દ તમે વર્ષોથી સાંભળતા આવ્યા હશો. જ્યારે કોમ્પ્યુટર શરૂ થયા ત્યારે બધા કહેતા હતા કે ગામનું કોમ્પ્યુટર એટલે તલાટી... બધી જ માહિતી હોય તેમની પાસે...એવું નથી કે માત્ર કાગળની કે જમીનની જ પણ સમગ્ર ગામની માહિતી હોય તેમની પાસે... કોણ શું કરે છે અને કેવી રીતે કરે છે. બધી જ માહિતી હોય... અને તેટલે જ તેમને કરોડરજ્જુ કહે છે. કરોડરજ્જુ કેમ કહે છે? કારણ કે જો કરોડરજ્જુ સરખી રહે તમારી તો તમારુ આખુ જીવન ટ્ટાર રહીને કામ કરી શકો. અને જો કરોડરજ્જુ સરખી ના રહી તો કોઇને પણ વાંકા વાળી દે છે... એટલે તમારુ કામ અને તમારુ કાર્ય એ બંને ખૂબજ અગત્યનું છે. તમારા થકી ખૂબ ઘણા બધા ધક્કા ઘટાડી શકાય, નિવારી શકાય.. એવું કાર્ય તમારી પાસે છે અને અપેક્ષા પણ તમારી પાસે એજ હોય છે કે તમારી પાસે જઇએ એટલે કામ થઇ જાય અને કામ થઇ જાય તો બીજે ક્યાં ક્યાંય પણ ધક્કો ખાવાનો  ન રહે... અને જો તમારુ વ્યવસ્થિત કરેલું કામ મહેસૂલ ખાતામાં આગળ જાય તો પણ એવા કાગળો બની જાય કે જેથી કરીને ક્યારેય કોઇ પ્રશ્ન ન ઉભો થાય.એ પણ એક અગત્યનું પાસું તમારી પાસે રહેલું છે એટલે તમે ધારો તેવી રીતે કામ કરી શકો છો. તમારી પાસે હોશિયારી હોય અને હોશિયારીનો ઉપયોગ અને દુરુપયોગ તમારા જીવનમાં હોય કે ડિપાર્ટમેન્ટમાં કામ કરશો એમ નહીં, પણ આ તમારે બીજા ડિપાર્ટમેન્ટમાં કામ પડતું હોય અને ક્યાંક બીજાનું કામ પડતું હોય ત્યારે તમે પણ જોયું હશે કે કોઇક હોશિયારી કરે અને કોઇક હોશિયારીનો ઉપયોગ કરે અને દુરુપયોગ પણ કરે.. તો તે વખતે આપણ ને કેવું ફીલ થાય છે... કોઇ આપણને ડફોળ બનાવતો હોય તો આપણને કેવું ફીલ થાય... ત્યારે તમે કોઇકને ડફોળ બનાવવા જાવ ત્યારે આપણે ધ્યાન રાખવું... કારણ કે જે કામ હેરાનગતિ વાળું નથી તેમ છતાં હેરાન કરે છે અને જે દુ:ખ થતું હોય...

 

બીજી બાજુ, દાદાએ પોતાના અનુભવેલા પ્રસંગને યાદ કરતાં કહ્યું કે, જ્યારે અમે ઓફિસમાં બેઠા હોય ત્યારે ચૂંટાયેલી પાંખ આવે ત્યારે બહાર બેઠા હોય અને લીસ્ટ પ્રમાણે એક બીજાને બોલાવતા હોય અને જેમ નામ આવે તેમ તેમ અંદર જતા હોય ઓફિસમાં, પણ અધિકારી આવે એટલે સડસડાટ ચેમ્બરમાં જતા રહે.. અમે બધા બહાર ધારાસભ્યો તરીકે બેઠા હોઇએ તો અમારે રાહ જોવાની થાય...એ મારા જીવમાં મને પણ દુ:ખ આપતું હતું કે આવું તો ન ચાલે... એટલે અમે અત્યારે અમારે ત્યાં ધ્યાર રખાય છે કે ઇમર્જન્સી વાળું હોય તો આવી જવાનું પણ ઇમર્જન્સી વગર જ્યારે જનતા માટેનો ટાઇમ હોય ત્યારે અધિકારીને અંદર નહીં આવવું જોઇએ...કારણ કે જે બહાર બેઠા છે અથવા બહાર ઉભા છે તેમને દુ:ખ ન થાય. વધુમાં દાદા એ કહ્યું કે, આપણે જ્યારે બોસ બનીએ ત્યારે આ બધું ભૂલી જઇએ છીએ, એટલે એ દુ:ખ ન ભૂલાય તે માટે આપણો પ્રયત્યન હોવો જોઇએ... 

 

વધુમાં દાદાએ રમૂજી અંદાજમાં ટકોર કરી અને કહ્યું કે, સર્ટિફિકેટ અને વેરિફિકેશનમાં આપણે ત્યાં ખબૂજ વાર થાય છે. ખાસ તો વેરિફિકેશનમાં વાર લાગે છે... ત્યારબાદ કહ્યું કે દાસભાઇ વેરિફિકેશનમાં ખૂબ ટાઇમ લાગે છે તેમનું કંઇક કરવું પડે એમ છે... કારણ કે બધું કંપ્લિટ થઇ ગયા પછી સર્ટિફિકેટ ન આવે એટલે નિરાશ થઇ જાય.. વધુમાં કહ્યું કે મારી પાસે સોમવાર અને મંગળવારે ફરિયાદ લઇને આવે છે કે અમારુ બધુ થઇ ગયું છતાં હજું સર્ટિફિકેટ નથી મળ્યું. ત્યારબાદ ઉમેર્યું કે, સીએમને ટાઇમ નથી મળતો એટલે નથી આવતા સર્ટિફિકેટ એવું પણ ન કરતાં... સર્ટિફિકેટ અને વેરિફિકેશનમાં મોટો ટાઇમ થાય છે તો એકવાર બેસીને જોઇ લેવું જોઇએ...

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com