અમદાવાદ રામોલ ફટાકા ફેક્ટરી બ્લાસ્ટ બાદ એક્શન: ગેરકાયદેસર યુનિટ્સ તોડી પડાયા, લાયસન્સ વગર ચાલશે તો થશે ગુનો

અમદાવાદ: રથયાત્રા દરમિયાન રામોલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફરી શરૂ કરાયેલી ફટાકા ફેક્ટરીમાં થયેલા ભયાનક અકસ્માત બાદ તંત્ર હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવ્યું છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા બાદ AMC અને અમદાવાદ પોલીસે ગેરકાયદેસર ફટાકા યુનિટ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. માહિતી અનુસાર, રામોલ વિસ્તારમાં ફટાકાના 3 મેન્યુફેક્ચરિંગ યુનિટ અને 10 સ્ટોરેજ/વેચાણ યુનિટ સહિત કુલ 13 લાયસન્સ આપવામાં...
Rupin Bakraniya
Rupin Bakraniya
અમદાવાદ રામોલ ફટાકા ફેક્ટરી બ્લાસ્ટ બાદ એક્શન: ગેરકાયદેસર યુનિટ્સ તોડી પડાયા, લાયસન્સ વગર ચાલશે તો થશે ગુનોઅમદાવાદ રામોલ ફટાકા ફેક્ટરી બ્લાસ્ટ બાદ એક્શન: ગેરકાયદેસર યુનિટ્સ તોડી પડાયા, લાયસન્સ વગર ચાલશે તો થશે ગુનો

અમદાવાદ: રથયાત્રા દરમિયાન રામોલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફરી શરૂ કરાયેલી ફટાકા ફેક્ટરીમાં થયેલા ભયાનક અકસ્માત બાદ તંત્ર હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવ્યું છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા બાદ AMC અને અમદાવાદ પોલીસે ગેરકાયદેસર ફટાકા યુનિટ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.

માહિતી અનુસાર, રામોલ વિસ્તારમાં ફટાકાના 3 મેન્યુફેક્ચરિંગ યુનિટ અને 10 સ્ટોરેજ/વેચાણ યુનિટ સહિત કુલ 13 લાયસન્સ આપવામાં આવ્યા હતા. જોકે આ તમામ લાયસન્સ 31 માર્ચ, 2026ના રોજ સમાપ્ત થઈ ગયા હતા, ત્યારબાદ પોલીસે તમામ યુનિટ્સને કામગીરી બંધ રાખવા સૂચના આપી હતી. તેમ છતાં, એક યુનિટ ગેરકાયદેસર રીતે ફરી શરૂ કરવામાં આવતા રથયાત્રા દરમિયાન ભયાનક વિસ્ફોટ થયો હતો, જેમાં 10 લોકોના જીવ ગયા હતા.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને માત્ર સીલ મારવાની કાર્યવાહી નહીં, પરંતુ કાયમી ઉકેલ તરીકે જમીન માલિકોએ ગેરકાયદેસર ફેક્ટરીઓને જ તોડી પાડવાનો નિર્ણય લીધો છે. ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન AMC, પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે સ્થળ પર રહેલી વિસ્ફોટક સામગ્રીને સુરક્ષિત બનાવી સમગ્ર કામગીરીમાં સહયોગ આપ્યો હતો.

હાલમાં બાકીના 10 સ્ટોરેજ અને વેચાણ યુનિટ્સની AMC અને પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે લાયસન્સ વિના કામગીરી કરનારાઓ સામે BNS કલમ 105 અને 106 હેઠળ ગુનો નોંધવામાં આવશે. પોલીસે વધુમાં જણાવ્યું છે કે માત્ર લાયસન્સ હોવું પૂરતું નથી, પરંતુ સરકારની ગાઈડલાઇનનું પાલન ફરજિયાત છે. નિયમોના ભંગ અથવા બેદરકારી સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.