ધોલેરા નજીક 300 વીઘામાં બનશે રાજપથ ક્લબની ત્રીજી ક્લબ, ઓક્સિજન પાર્ક અને વેલનેસ સેન્ટર વિકસશે

Rajpath Club Dholera Oxygen Park: શહેરની અગ્રણી અને પ્રતિષ્ઠિત રાજપથ ક્લબ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન ક્લબના ભવિષ્યના વિસ્તરણને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ક્લબ હવે એસ.જી. હાઇવે અને વાયણા બાદ પોતાની ત્રીજી ક્લબ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક વિકસાવશે. ક્લબના પ્રમુખ જગદીશચંદ્ર બી. પટેલના નેતૃત્વમાં યોજાયેલી AGMમાં જણાવાયું કે, ધોલેરા નજીક મોજે ગોલાણા અને વારણા ગામ પાસે, વટામણ...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Rajpath Club Dholera Oxygen Park: શહેરની અગ્રણી અને પ્રતિષ્ઠિત રાજપથ ક્લબ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન ક્લબના ભવિષ્યના વિસ્તરણને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ક્લબ હવે એસ.જી. હાઇવે અને વાયણા બાદ પોતાની ત્રીજી ક્લબ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક વિકસાવશે.

ક્લબના પ્રમુખ જગદીશચંદ્ર બી. પટેલના નેતૃત્વમાં યોજાયેલી AGMમાં જણાવાયું કે, ધોલેરા નજીક મોજે ગોલાણા અને વારણા ગામ પાસે, વટામણ ચોકડી નજીક આશરે 300 વીઘા જમીન સંપાદિત કરવામાં આવી છે. આ વિસ્તારમાં ભવિષ્યમાં 'રાજપથ ક્લબ ઓક્સિજન પાર્ક' અને અત્યાધુનિક વેલનેસ સેન્ટર વિકસાવવામાં આવશે. માનદ મંત્રી મિશાલ ઇલેશભાઈ પટેલએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણમૈત્રી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. સમગ્ર વિસ્તારમાં વિશાળ ગ્રીન બેલ્ટ, હરિયાળો વિસ્તાર અને કુદરતી વાતાવરણ વિકસાવવામાં આવશે, જેથી સભ્યોને સ્વચ્છ, શાંત અને આરોગ્યપ્રદ માહોલ મળી રહે.

AGMમાં નવા ડિરેક્ટર્સની નિમણૂક
વાર્ષિક સામાન્ય સભા દરમિયાન ક્લબના સંચાલનમાં પણ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા હતા. બેઠકમાં 10 બિનહરીફ ચૂંટાયેલા ડિરેક્ટર્સ અને 6 કો-ઓપ્ટેડ ડિરેક્ટર્સ હાજર રહ્યા હતા. ઉપરાંત 4 નવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં આવી અને 10 કો-ઓપ્ટેડ ડિરેક્ટર્સનો સમાવેશ કરીને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કુલ સંખ્યા વધારીને 40 કરવામાં આવી છે. રાજપથ ક્લબનો આ પ્રોજેક્ટ માત્ર ક્લબના વિસ્તરણ પૂરતો જ નહીં, પરંતુ ધોલેરા વિસ્તારમાં ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેલનેસ અને પર્યાવરણમૈત્રી વિકાસને નવી દિશા આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.