Get News Alerts

Never miss breaking news updates.

જસદણમાં SOGનો સપાટો: ઘેલા સોમનાથ પાસે ટ્રકમાંથી 108 કિલો ગાંજો ઝડપાયો, 3ની ધરપકડ

રાજકોટ: ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે. જસદણના ઘેલા સોમનાથ પાસે આવેલી વિહળનાથ હોટલ નજીકથી SOG એ એક ટ્રકને અટકાવી તેમાંથી 108 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત લાખોમાં હોવાનું મનાય છે. બાતમીના આધારે કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય SOG ને ચોક્કસ બાતમી મળી હતી...
R Gajjar
R GajjarUpdated on: 07 May 2026 11:19 AM IST
જસદણમાં SOGનો સપાટો: ઘેલા સોમનાથ પાસે ટ્રકમાંથી 108 કિલો ગાંજો ઝડપાયો, 3ની ધરપકડજસદણમાં SOGનો સપાટો: ઘેલા સોમનાથ પાસે ટ્રકમાંથી 108 કિલો ગાંજો ઝડપાયો, 3ની ધરપકડ

રાજકોટ: ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે. જસદણના ઘેલા સોમનાથ પાસે આવેલી વિહળનાથ હોટલ નજીકથી SOG એ એક ટ્રકને અટકાવી તેમાંથી 108 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત લાખોમાં હોવાનું મનાય છે.

બાતમીના આધારે કાર્યવાહી
રાજકોટ ગ્રામ્ય SOG ને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રકમાં ઓરિસ્સા રાજ્યમાંથી ગાંજાનો મોટો જથ્થો રાજકોટ તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે જસદણ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટ્રકની તલાશી લેતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹84.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

ત્રણ શખ્સોની ધરપકડ
પોલીસે આ મામલે ટ્રકમાં સવાર ત્રણ આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરી છે, જેમાં નીચેના શખ્સોનો સમાવેશ થાય છે:

  • રાજુભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ
  • કાદરસા ઉર્ફે કાદર બાપુ શેખ
  • નરેશભાઈ હરી ઇશ્વરભાઇ લીંબડીયા

કોણે મંગાવ્યો હતો ગાંજો?
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો મહમદદરીફિક લોદી, અબ્દુલલફ સામ અને અલેખા બીસ બહેરા નામના શખ્સોએ મંગાવ્યો હતો. આ લોકો ઓરિસ્સાથી માલ મંગાવી રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં તેનું વેચાણ કરવાની પેરવીમાં હતા. SOG એ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com