રાજકોટ મનપામાં ચેરમેનોની ગેરહાજરી! 15માંથી માત્ર 3 ચેરમેન જ ચેમ્બરમાં હાજર

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓ અને અધિકારીઓની કામગીરીને લઈને સમયાંતરે સવાલો ઊભા થતા રહે છે. હવે તાજેતરમાં વિવિધ સમિતિઓમાં નિમણૂંક પામેલા ચેરમેનોની હાજરીને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. નિમણૂકના ગણતરીના દિવસોમાં જ ચેરમેનોની ગેરહાજરીએ મનપાના વહીવટ સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ 15 સમિતિઓના ચેરમેનોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી. નવી જવાબદારી સંભાળ્યાને હજુ ચાર દિવસ...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓ અને અધિકારીઓની કામગીરીને લઈને સમયાંતરે સવાલો ઊભા થતા રહે છે. હવે તાજેતરમાં વિવિધ સમિતિઓમાં નિમણૂંક પામેલા ચેરમેનોની હાજરીને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. નિમણૂકના ગણતરીના દિવસોમાં જ ચેરમેનોની ગેરહાજરીએ મનપાના વહીવટ સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.

તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ 15 સમિતિઓના ચેરમેનોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી. નવી જવાબદારી સંભાળ્યાને હજુ ચાર દિવસ પણ પૂર્ણ થયા નથી ત્યાં ગુરુવારે મનપા કચેરીમાં ચોંકાવનારી સ્થિતિ જોવા મળી હતી. માહિતી અનુસાર, 15 સમિતિઓમાંથી માત્ર 3 ચેરમેન જ પોતાની ચેમ્બરમાં હાજર હતા, જ્યારે બાકીના 12 ચેરમેન ગેરહાજર જોવા મળ્યા હતા. નવી નિમણૂક બાદ જ આ પ્રકારની ગેરહાજરી સામે આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મનપાની વિવિધ સમિતિઓ શહેરના વિકાસ, જનસુવિધાઓ અને વહીવટી કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે સમિતિના વડાઓની ગેરહાજરીથી કામગીરીની અસરકારકતા અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. નાગરિકોમાં પણ ચર્ચા છે કે નવી જવાબદારી મળ્યા બાદ ચેરમેનોની કચેરીમાં નિયમિત હાજરી અને જનસંપર્ક જરૂરી છે.

આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ પોતાનો પ્રતિસાદ આપ્યો હતો. જોકે, આ ઘટનાએ મનપાના વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓની જવાબદારી અંગે નવી ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં સમિતિના ચેરમેનો પોતાની કામગીરી અને હાજરીને લઈને કેટલા સક્રિય બને છે અને શહેરના વિકાસકાર્યોને કેવી ગતિ આપે છે.