રાજકોટમાં ગેરકાયદે હથિયાર રેકેટનો મોટો પર્દાફાશ: ભાજપના સક્રિય સભ્ય સહિત 13 આરોપીઓ ઝડપાયા


AI Generated Images
રાજકોટમાં ગેરકાયદે હથિયાર રેકેટનો મોટો પર્દાફાશ: ભાજપના સક્રિય સભ્ય સહિત 13 આરોપીઓ ઝડપાયા


AI Generated Images
રાજકોટ: રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ ગેરકાયદે હથિયારોના મોટા રેકેટનો પર્દાફાશ કરીને મધ્યપ્રદેશના મુખ્ય સપ્લાયર સકીલ સાદિક મન્સૂરીની ધરપકડ બાદ તપાસનો વ્યાપ વધાર્યો છે. તપાસ દરમિયાન રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ગેરકાયદે હથિયારો કોને-કોને સપ્લાય કરવામાં આવ્યા હતા તેની માહિતીના આધારે પોલીસે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી 28 ગેરકાયદે હથિયારો અને 32 કાર્ટીસ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર નેટવર્કના અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમાં રાજુલા તાલુકા પંચાયતના બે ટર્મ સુધી પ્રમુખ રહેલા માસુબેન ભુપતભાઈ બારૈયાના પુત્ર જીલુ બારૈયાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર તેની પાસેથી ત્રણ ગેરકાયદે હથિયારો મળી આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં જીલુ બારૈયા ભાજપનો સક્રિય સભ્ય હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, પોલીસ હાલ કેસના તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને ગેરકાયદે હથિયાર નેટવર્કમાં અન્ય કોની સંડોવણી છે તે દિશામાં પણ તપાસ આગળ વધારી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર સુધી ગેરકાયદે હથિયારો પહોંચાડતી સમગ્ર ચેઇનનો પર્દાફાશ કરવા માટે તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.




