રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી: 2 શખ્સોની ધરપકડ, 3 ગેરકાયદેસર હથિયાર અને 8 જીવતા કારતૂસ જપ્ત

રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો સામે મોટી કાર્યવાહી હાથ ધરી બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 3 દેશી પિસ્તોલ, 8 જીવતા કારતૂસ, મોબાઈલ ફોન સહિત ₹71,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં રહીમ ઉર્ફે જામનગરી સિદ્દીકભાઈ સાંધ અને વસીમ ઉર્ફે શાહબાઝ હબીબભાઈ કુરેશીનો સમાવેશ થાય છે. પોલીસે રહીમ પાસેથી 2 ગેરકાયદેસર હથિયાર અને 6 જીવતા કારતૂસ,...
Rupin Bakraniya
Rupin Bakraniya
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી: 2 શખ્સોની ધરપકડ, 3 ગેરકાયદેસર હથિયાર અને 8 જીવતા કારતૂસ જપ્તરાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી: 2 શખ્સોની ધરપકડ, 3 ગેરકાયદેસર હથિયાર અને 8 જીવતા કારતૂસ જપ્ત

રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો સામે મોટી કાર્યવાહી હાથ ધરી બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 3 દેશી પિસ્તોલ, 8 જીવતા કારતૂસ, મોબાઈલ ફોન સહિત ₹71,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલા આરોપીઓમાં રહીમ ઉર્ફે જામનગરી સિદ્દીકભાઈ સાંધ અને વસીમ ઉર્ફે શાહબાઝ હબીબભાઈ કુરેશીનો સમાવેશ થાય છે. પોલીસે રહીમ પાસેથી 2 ગેરકાયદેસર હથિયાર અને 6 જીવતા કારતૂસ, જ્યારે વસીમ પાસેથી 1 દેશી પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ, મારામારી સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસી તેમની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. આ સમગ્ર મામલે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ મીડિયાને કાર્યવાહી અંગેની માહિતી આપી હતી.