અષાઢી બીજ નિમિત્તે રાજકોટ શહેર પોલીસ સજ્જ: 8 શોભાયાત્રા માટે 2,700થી વધુ જવાનો તૈનાત

રાજકોટ: અષાઢી બીજના પાવન પર્વને લઈને રાજકોટ શહેર પોલીસ સંપૂર્ણ સજ્જ બની છે. શહેરમાં નીકળનારી કુલ 8 શોભાયાત્રાઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા અને શોભાયાત્રાઓને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરસ્પર સંકલન, કાયદો અને વ્યવસ્થા તેમજ શાંતિપૂર્ણ માહોલ જાળવવા અંગે ચર્ચા...
Rupin Bakraniya
Rupin Bakraniya
જગદીશ બાંગરવા-ડીસીપી ક્રાઇમ-રાજકોટજગદીશ બાંગરવા-ડીસીપી ક્રાઇમ-રાજકોટ

જગદીશ બાંગરવા-ડીસીપી ક્રાઇમ-રાજકોટ

રાજકોટ: અષાઢી બીજના પાવન પર્વને લઈને રાજકોટ શહેર પોલીસ સંપૂર્ણ સજ્જ બની છે. શહેરમાં નીકળનારી કુલ 8 શોભાયાત્રાઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે.

રથયાત્રા અને શોભાયાત્રાઓને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરસ્પર સંકલન, કાયદો અને વ્યવસ્થા તેમજ શાંતિપૂર્ણ માહોલ જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખશે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમો પણ એલર્ટ મોડ પર રહેશે.

સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે શહેરમાં 4 DCP, 6 ACP, 23 PI, 91 PSI અને 900થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. ઉપરાંત હોમગાર્ડ, SRP અને TRPના 1800થી વધુ જવાનો પણ વિવિધ સ્થળોએ બંદોબસ્તમાં જોડાશે. ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ શહેરના તમામ નાગરિકોને અષાઢી બીજની શુભેચ્છા પાઠવતા અપીલ કરી હતી કે તમામ લોકો શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સહયોગ સાથે પર્વની ઉજવણી કરે તેમજ પોલીસને સહકાર આપે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.આજે મંગળવારે  રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહતિના મહાનુભાવોની ઉપસ્તિતિમાં નેત્રોત્સવ અને ધ્વજારોહણ સાથે રથયાત્રાની પૂર્વ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.પોલીસ અને વહીવટી તંત્રએ સમગ્ર 16 કિલોમીટરના રૂટનું નિરીક્ષણ કર્યું. જેમા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પોલીસ અધિકારીઓ તેમજ  વિવિધ સમાજના આગેવાનો સાથે સંકલન કર્યું. આ વર્ષે અંદાજે 3 કિલોમીટર લાંબા કાફલામાં 18 ગજરાજ, 103 ટ્રક સહિત અનેક આકર્ષણો જોડાશે. રથયાત્રા સવારે 7 વાગ્યે નિજ મંદિરથી પ્રસ્થાન કરશે, બપોરે સરસપુર ખાતે વિસામો લેશે અને સાંજે 8 વાગ્યે પરત ફરશે. સુરક્ષા માટે 30 હજારથી વધુ પોલીસ જવાનો, 15 SRPF અને 9 પેરામિલિટરી ફોર્સ તૈનાત રહેશે. AI આધારિત સ્માર્ટ પોલીસિંગ, ડ્રોન સર્વેલન્સ, એક હજાર બોડી-વોર્ન કેમેરા અને ખાસ કેમેરાથી સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવશે. 16 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજરી આપશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત પહિંદ વિધિ કરશે. પોલીસે નાગરિકોને ગજરાજ પસાર ન થાય ત્યાં સુધી ડીજે ન વગાડવા તેમજ ભયજનક ઇમારતો નજીક ભીડ ન કરવા અપીલ કરી છે.